Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ધોરાજી પંથકમાં ૧૫ કોંગ્રેસ અને ૧ર ભાજપ પ્રેરીત સરપંચો ચુંટાયા

કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયા અને કોંગ્રેસના આગેવાનો દ્વારા વિજયના વધામણા

ધોરાજીઃ તાલુકાની સરપંચ  અને રાજયની ચુંટણીમાં કુલ ૩૦ બેઠકો છે જેમાંથી પ બેઠકો સમરસ થતા કુલ ૨૩ બેઠકોમાં સરપંચની ઉમેદવારી નોંધાય અને બહોળી સંખ્યામાં લોકોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કરેલ અને ગઇકાલે સવારથી જ ડે. કલેકટર જી.વી.માયાણી અને મામલતદાર અને અધિકારીઓની દેખરેખ હેઠળ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધોરાજીની ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે બેલેટ પેપરથી મત ગણતરી થતા જેમાં કુલ ૨૩ ઉમેદવારો મેદાનમાં હતા અને તેમાંથી ૧૫ ઉમેદવારો જે કોંગ્રેસ પાર્ટીના હતા અને કોંગ્રેસના ૧પ ઉમેદવારોનો ભવ્ય વિજય થતા તમામ ૧પ વિજેતા ઉમેદવારોનો ભવ્ય વિજય વિશ્વાસને લોકોએ વધાવેલ અને ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ તમામ વિજેતા સરપંચશ્રીઓના સન્માન કરેલ અને શુભેચ્છાઓ આપેલ હતી અને જીતેલા સરપંચશ્રીએ જણાવેલ કે અમો ગામ વિકાસ અંગેની કામગીરી કરીશુ અને જીતેલા તમામ સરપંચોને તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ જયેશભાઇ લાખાણી અને ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ  અરવીંદભાઇ વોરા અને ટીમે શુભેચ્છા પાઠવી છે.

ભાજપ પ્રેરેત વિજેતા સરપંચના ઉમેદવારોમાં (૧) ભાદાજાળીયા (ર) કલાણા (૩) ચીચોડ (૪) નાગલમડા (પ) સુપેડી (૬) નાની વાવડી (૭) ઝાંઝમેર (૮) ભોલ ગામડા (૯) ભુખી (૧૦) ભુસવડ (૧૧) ઉમરકોટ એમ કુલ ૧૧ ભાજપ પ્રેરીત (૧ર) પાટણવાવ સરપંચો જીતતા તેઓને તાલુકા ભાજપ પ્રમુખ સહીતનાએ શુભેચ્છા પાઠવી છે તેમ રમેશભાઇ મકાતીએ જણાવ્યું છે.

ધોરાજી તાલુકાની ગ્રામ પંચાયતની ચુંટણીમાં ચુંટાયેલા નવનિયુકત સરપંચ તેમજ સદસ્ય મિત્રોને કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી લલીતભાઇ વસયા તરફથી જીત બદલ ખુબ ખુબ અભિનંદન તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અરવિંદભાઇ જમનાદાસ વોરા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેશભાઇ રાઘવભાઇ લાખાણી આવકારેલ છે. ઉદકીયા મામદભાઇ સતારભાઇ સાપરા, નાગલખડા અશરફ અલીભાઇ રામા, વેગડી રમેશભાઇ મંગાભાઇ ગોહેલ, નાની વાવડી જયાબેન રાજેશભાઇ પીઠવા, ભીખા કમલાબેન વિનયચંદ્ર ખોરીચામ, ભાદાજારીયા સોનલબેન ધર્મેન્દ્રભાઇ પાઘડાર, ભાડેર જયોત્સનાબેન જમનાદાસ રાબડીયા, પીપરીયા રાજેશભાઇ ત્રીકમભાઇ કોટડીયા,  ઉમરકોટ સવજીભાઇ ભાણભાઇ સરવૈયા, તોરણીયા અંકીતભાઇ ચુનીલાલ ટીલવા, વાડોદર રસીકભાઇ ધનાભાઇ પરમાર, નાની પરબડી નાનજીભાઇ બચુભાઇ ગજેરા, ઝાંઝમેર કીરણબેન પુજીતભાઇ બગડા, પાટણવાવ પ્રવીણભાઇ ચકાભાઇ પેઠાણી, મોટી પરબડી સુરેશભાઇ સારીખડા.

(1:08 pm IST)