Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

જુનાગઢની માર્સ બેરીંગ્ઝ કંપની સાથે મોટી રકમનુ ફ્રોડ કરનાર ગેંગના બે આરોપીઓને ગણતરીના દિવસોમાં પશ્ચિમ બંગાળ રાજય ખાતેથી પકડી પાડતી રેન્જ સાયબર પોલીસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૨: જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. મનિન્દર પ્રતાપ સિંહ પવારની સુચના મુજબ જુનાગઢ રેન્જના સાયબર પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમને લગતા ગુન્હાઓ નોંધવામાં આવતા હોય અને આવા સાયબર ક્રાઇમના ગુન્હાઓમાં મોટે ભાગે બહારના રાજયના આરોપીઓ સંડોવાયેલ હોવાનુ તપાસ દરમ્યાન ફલીત થતુ હોય અને હાલના મોબાઇલ અને ઓનલાઇનના યુગમાં આવા સાયબર ક્રાઇમના ગુન્હાઓનુ પ્રમાણ ખુબ જ વધતુ જતુ હોય ત્યારે આવા સાયબર ક્રાઇમના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા તથા તેના સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના.

સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ ખાતે હિતેષભાઇ મનસુખલાલ સોલંકી, વાંજા, ઉવ.૫૪ ધંધો.વેપાર રહે. એ-૧, બ્લોક નં.૪૦૩, રોયલ એપાર્ટમેન્ટ, જલારામ સોસાયટી પાસે, તળાવ દરવાજા, જુનાગઢ વાળાઓએ એક લેખીત અરજી આપેલ જેમા પોતાની સાથે મોટી રકમનુ સાયબર ફ્રોડ થયેલ હોવાની હકિકત વાળી અરજી રીડર પો.ઇન્સ.શ્રી કે. કે. ઝાર્લાં ના માર્ગદર્શન હેઠળ ર્ંપો.સ.ઇ.એચ.એન.ચુડાસર્માં નાઓને તપાસમાં સોંપતા સદરહુ અરજી ઉપરથી ગુન્હાની મોન્ડેસ ઓપરેન્ડીસ સહીતની માહીતી અલગ અલગ બેન્કો તથા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પાસેથી વા.પો.સ.ઇ.શ્રી એન.એ.જોર્ષીં ની મદદથી મેળવી સાયરબર પોલીસ સ્ટેશન જુનાગઢ ખાતે ર્ંગુ.ર.નં-૧૧૨૦૩૦૭૧૨૧૦૧૦૨/૨૦૨૧ આઇ.પી.સી.કલમ- ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), તથા આઇ.ટી.એકટ ક.૪૩(એ), ૬૬(સી), ૬૬(ડી)ર્ં મુજબનો ગુન્હો ગઇ તા.૦૫/૧૨/૨૦૨૧ રોજ નોંધાવામાં આવેલ હતો.

જેમા ર્ંફરીયાદી હિતેષભાઇ મનસુખલાલ સોલંકી, વાંજા, ઉવ.૫૪ ધંધો.વેપાર રહે. એ-૧, બ્લોક નં.૪૦૩, રોયલ એપાર્ટમેન્ટ, જલારામ સોસાયટી પાસે, તળાવ દરવાજા, જુનાગઢ વાળાઓની જુનાગઢ દોલતપરા જી.આઇ.ડી.સી.-૦૨ માં માર્સ બેરીંગ્ઝ કુ.પા.લી.ના નામની કંપર્નીં આવેલ હોય અને તેઓની કંપનીનુ એચ.ડી.એફ.સી. બેન્કમાં કરંટ એકાઉન્ટ આવેલ હોય, કોઇ અજાણ્યા ઇસમોએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીની માર્સ બેરીંગ્ઝ કુ.પ્રા.લી.ના એચ.ડી.એફ.સી. બેન્કના કરંટ એકાઉન્ટના નેટ બેન્કીંગના આઇ.ડી. પાસવર્ડ કોઇ પણ રીતે મેળવી લઇ સદરહુ બેન્ક એકાઉન્ટમાં પડેલ મોટી રકમ ફરીયાદી સાથે છેતરપીંડી કરી મેળવી લેવા સારૂ સદરહુ બેન્ક એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલ ફરીયાદીના મો.નં.૯૮૨૫૦૯૯૯૭૮ વાળુ જીઓ કંપનીનુ સીમકાર્ડ મેળવવા ફરીયાદીનુ ખોટુ બનાવટી આધારકાર્ડ બનાવી તે આધારકાર્ડનો જીઓ સ્ટોરમાં ખરા તરીકે ઉપયોગ કરી જીઓ સ્ટોરમાંથી તે જ મો.નં.વાળુ નવુ સીમકાર્ડ મેળવવા સારૂ પોતાની ખોટી ઓળખ આપી બે વખત ફરીયાદીના ઉપરોકત મો.નં. વાળુ નવુ સીમકાર્ડ મેળવી લઇ તે સીમકાર્ડ તથા. ફરીયાદીના સદરહુ બેન્ક એકાઉન્ટના નેટ બેન્કીંગનો ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના ઉપરોકત બેન્ક એકાઉન્ટમાંથી કુલ-૦૮ ટ્રાન્જેકશનો મારફતે ર્ંકુલ રૂ.૪૯,૦૦,૦૦૦/-ર્ં આર.ટી.જી.એસ. મારફતે અલગ અલગ કુલ-૦૩ ICICI બેન્ક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી બાદ તે એકાઉન્ટોમાંથી બીજા અલગ અલગ ૧૨ એકાઉન્ટોમાં કટકે કટકે ટ્રાન્સફર કરી લઇ ATM મારફતે તથા SELF વિડ્રોવ્લ મારફતે ઉપાડી લીધેલ તેમજ જીઓ કંપનીના જવાબદાર અધિકારી/કર્મચારીએ પોતાની પાસે રહેલ અગાઉના જુના ડેટા સાથે તેની આગળ રજુ થયેલ નવા ડેટાની સરખામણી કર્યા વગર બનાવટી આધારકાર્ડ ઉપરથી બે વખત સીમકાર્ડ એકટીવ કરી આપી અજાણ્યા ઇસમોએ એકબીજાના મિલાપીપણાથી ફરીયાદી સાથે મોટી રકમની ઓનલાઇન નાણાકીય છેતરપીંડી કરી ગુન્હો કરતા ઉપર વિગતે ગુન્હો દાખલ થયેલ હતો.

જે ગુન્હાની તપાસ ર્ંરીડર પો.ઇન્સ.શ્રી કે.કે.ઝાર્લાં ના માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસ સ્ટેશનના ર્ંઇન્ચા.પો.ઇન્સ. શ્રી એસ.એન.ગોહીર્લં નાઓએ સદર ગુન્હામાં સંડાવાયેલ આરોપીની તપાસ હાથ ધરી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ બેન્ક એકાઉન્ટ તથા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ વિગેરેની માહિતી મેળવી તેનુ  ઉડાંણ પૂર્વકનુ એનાલીસીશ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપી પશ્રમિ બંગાળ ખાતે હોવાનુ જણાય આવતા ર્ંઇન્ચા.પો.ઇન્સ.શ્રી એસ.એન.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રી પી.જે. રામાણી તથા વા.પો.સ.ઇ.શ્રી એન.એ.જોષી તથા પોલીસ સ્ટાર્ફં ની ટીમો બનાવી તાત્કાલીક  ર્ંપશ્રમિ બંગાર્ળં ખાતે તપાસમાં જવા રવાના કરેલ જે ટીમ દ્રારા પશ્રમિ બંગાળ રાજય ખાતે તપાસ કરતા આ ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ બેન્ક એકાઉન્ટો પૈકી બેન્ક ઓફ બરોડાના બેન્કના એકાઉન્ટ ધારક શુકલાલ તલુકદાર રહે. પલ્લા,બંગાઉ, નોર્થ ૨૪ પરગણા વેસ્ટ બંગાળ તથા બંધન બેન્ક તથા પંજાબ નેશનલ બેન્કના એકાઉન્ટ ધારક બાસુદેબ બચ્ચર રહે. ચીનીલી, નહાતા, નોર્થ-૨૪ પરગણા વેસ્ટ બંગાળ વાળાને ગઇ તા.૧૬/૧૨/૨૦૨૧ ના રોજ અટક કરવામાં આવેલ છે.

પોલીસે સુકલાલ તલુકદાર તુકારામ તલુકદાર ઉવ.૬૩ રહે.પલ્લા,બંગાઉ નોર્થ-૨૪ પરગણા વેસ્ટ બંગાળ  બાસુદેબ બચર  કાલીપાડા બચર ઉવ.૪૨ રહે.ચીનીલી,નહાતા, નોર્થ-૨૪ પરગણા વેસ્ટબંગાળની ધરપકડ કરી છે.

આ કામના આરોપીઓ અગાઉથી પુર્વ આયોજીત કાવતરૂ રચી કોઇ મોટી પેઢી તથા કંપનીને ટાર્ગટ કરી તે પેઢી તથા કંપનીના બેન્ક એકાઉન્ટની વિગતો કોઇ પણ રીતે મેળવી લઇ તે બેન્ક એકાઉન્ટમાં રજીસ્ટર કરવામાં આવેલ મોબાઇલ નંબરનુ સીમકાર્ડ બનાવટી ડોકયુમેન્ટ આધારે મેળવી લઇ બેન્ક એકાઉન્ટના નેટ બેન્કીંગના યુઝર પાસવર્ડ કોઇ પણ રીતે મેળવી લઇ તે બેન્ક એકાઉન્ટમાંથી મોટી રકમના આર.ટી.જી.એસ.થી ટ્રાન્જેકશનો કરી લઇ ટ્રાન્સફર કરેલ રૂપીયા અલગ અલગ અન્ય બેન્ક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી લઇ ઉપાડી લેવાની એમ.ઓ. ધરાવે છે. તેમજ આ કામે પકડાયેલ આરોપીઓ પોતાના બેન્ક એકાઉન્ટો અન્ય સહ આરોપીને ફ્રોડમાં ઉપયોગ કરવા માટે આપતા અને તેના બેન્ક એકાઉન્ટમાં જે રૂપીયા જમા થાય તેમાથી એક લાખના બે હજાર રૂપીયા લેખે કમીશન લેતા હતા. તેમજ આ કામે વધુ રકમ ઉપાડવાની થાય તો પોતે જ ચેક મારફતે સેલ્ફ વિડ્રોલ કરી સહ આરોપીઓને રૂપીયા આપતા હતા.

(1:09 pm IST)