Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

પડધરીમાં ડો. વિજયભાઇ પરમારની પેનલ સરપંચપદે ત્રીજી ટર્મમાં ચૂંટાઇ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૨૨ : પડધરી ગ્રામ પંચાયતની સરપંચ અને ચૌદ સભ્યની યોજાયેલ પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં સ્થાનીક કક્ષાએ અનેક મુદ્દાઓ બન્ને પેનલ તરફથી મતદારો સમક્ષ પ્રચારમાં આવરી લેવાયેલ. જેમાં નર્મદા પાણી યોજના (પીવાના પાણીની યોજના) મુદ્દે ખૂબ જ રાજકારણ ગરમાયું હતું. જ્યારે સતત બે ટર્મથી સરપંચ પદે રહેલ ડો. વિજયભાઇ પરમાર ફરીથી ત્રીજી ટર્મ માટે સરપંચ પદે ૨૦૪ મતની સરસાઇથી વિજેતા થયેલ. તેમજ ૧૪ પૈકી સાત સભ્ય ડો. વિજયભાઇની પેનલમાં ચૂંટાઇ આવેલ છે.

પડધરી ગ્રામ પંચાયતના સરપંચ પદે ચૂંટાઇ આવેલ. ડો. વિજયભાઇ પરમારે તમામ મતદારોની ફરીથી પડધરી ગ્રામ પંચાયતના સંચાલનનું સુકાન સોંપતા આભાર વ્યકત કરેલ તેમજ સ્થાનિક કક્ષાએ લોકો સાથે રહી તમામ પ્રશ્ને ઉકેલ લાવવા અમો સહયારા પ્રયત્નો કરીશું. ખાસ પડધરી માટે પીવાના પાણી (નર્મદા યોજના) અંગે સરકારમાં કાર્યવાહી ચાલુ છે. ટુંક સમયમાં આ પ્રશ્ન પણ ઉકેલાય જશે અને લોકોને નર્મદા યોજનાનું પીવા માટેનું શુધ્ધ પાણી મળતું થઇ જશે.

(1:10 pm IST)