Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

જેતપુર ગ્રામ પંચાયતની ૪૦ સીટોની મત ગણતરી પૂર્ણ :સ્કુલને સેનેટાઇઝર કર્યા બાદ કાલે શીક્ષણ કાર્યશરૂ કરાશે

સેલુકાના સરપંચના ઉમેદવાર માત્ર ર મતે વિજયી બન્યા અમરનગર ખરાશીયામાં સરપંચ રીપીટ થયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.રર : ગ્રામ પંચાયતની ચુંટણીમાં લોકોએ ભારે ઉત્સાહ સાથે ૭પ૭૬ મતદાન કરેલ હોય ઉપરાંત બેલેટ પેપર દ્વારા મતદાન થયુ હોય ગણતરીની કાર્યવાહી ખુબ લાંબી થયેલ ગઇકાલે સેન્ટફોસીસ સ્કુલમાં સવારે ૯ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગયેલ જેમાં ૪૦ ગામોની ગણતરી કરવાની હોય દરેક ગામના ઉમેદવારોને સમય આપી દેવામાં આવેલ છતા લકોોના ટોળેટોળા ગણતરીના સ્થળ ઉપર ઉમટી પડયા હતા. સીટી પીઆઇ પી.ડલ.દરજીએ તમામ સ્ટાફ સાથેકડક બંદોબસ્ત ગોઠવેલ વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ સ્થળ પરથીજ શરૂ થઇ ગયેલ આ ગણતરીમાં કોઇપણના આગેવાનો જોવા મળેલ ન હતા.

૪૦ ગામોની ગણતરી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ચાલેલ જેમાં વિરપુરની મતગણતરીમાં બેલેટમાંથી ચીઠ્ઠી ભરેલી જેમાં લખેલ હતું કે જલારામજી સ્કુલને રીનોવેશન કરાવો અમરનગર અને ખારચીયામાં સરપંચ રીપીટ થયા બાકીના સ્થળો પર નવા ચહેરા બહાર આવ્યા એ લુકમાં એરપેચના ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી બાદ જયંતીભાઇ ગુજરાતી માત્ર બે મતે વિજયી બન્યા હતા.

સેન્ટ ફોસીસ સ્કુલને આજ રોજ આખી સેનેટાઇઝ કરવામાં આવશે બાદ કાલથીત્યાં શૈક્ષણીક કાર્ય શરૂ કરાશે. કોરોનાનુ સંક્રમણ  ન ફેલાય તે માટે અગમચેતી રૂપે સેનેટાઇઝ કરવામા આવશ.ે(

(1:26 pm IST)