Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

યંગ ઈન્ડિયા ગ્રૂપ – મોરબી દ્વારા ૬૦૦ સરકારી શાળામાં રાષ્ટ્ર પુરુષ પુસ્તક અર્પણ.

મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના સંકલનથી ડો.બાબા સાહેબ આંબેડકરજીના જીવન પર કિશોર મકવાણાની કલમે લખાયેલ પુસ્તક રાષ્ટ્ર પુરુષ પુસ્તક મોરબી જિલ્લાની 600 જેટલી સરકારી પ્રાથમિક શાળામાં અર્પણ કરાયું.

ડોક્ટર ભીમરાવ આંબેડકર માત્ર બંધારણ નિર્માતા, અસ્પૃશ્યતા સામે લડનાર કે સામાજિક યોદ્ધા, અર્થશાસ્ત્રી કે મહિલા સશક્તિકરણ માટે ઝઝૂમનાર નેતા કે દલિત નેતા જ નહોતા તેઓ એક મહાન રાષ્ટ્ર નિર્માતા છે. ડોક્ટર બાબા સાહેબનું વ્યક્તિગત ઘણું વિરાટ અને ઉતંગ હતું.”નેશન ફર્સ્ટ” એમના દરેક કાર્ય અને વિચારના કેન્દ્રમાં રહ્યું હતું. તેમણે હંમેશા રાષ્ટ્રની ચિંતા કરી. તેમણે એક નવો જ ચિંતન રજૂ કર્યું કે *રાષ્ટ્ર અને શક્તિશાળી બનાવવુ હશે તો પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્રતા, સમતા અને બંધૂતવના વ્યહવારનો અનુભવ થવો જોઈએ .
રાષ્ટ્ર નિર્માણ કરનાર નેતાઓ માટલા સાત ગુણો હોય એ જરૂરી છે ૧.રાષ્ટ્ર બાબતે સ્પષ્ટ દ્રષ્ટિકોણ ૨.રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતાની જાતને સમર્પિત કરવી. ૩.સામાજિક તેમજ રાષ્ટ્રનિર્માણનો ગહન અભ્યાસ-જ્ઞાન ૪.શ્રેષ્ઠસ્તરનું ચરિત્ર ૫.લોક સંગઠન કરવાની અદભૂત ક્ષમતા ૬.રાષ્ટ્રનિર્માણ તરફ દોરી જાય એવો રોડમેપ ૭.નેતૃત્વ કરવાની અસાધારણ ક્ષમતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવા જ  મહાપુરુષ હતા. તેમના જીવનમાં આ બધા ગુણો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ભારત અને રાષ્ટ્રીય પ્રશ્નો તરફ જોવાનો દ્રષ્ટિકોણ અહીં આપેલા ત્રણ વિધાનોથી સમજાઈ જશે તેમના જીવનનો ઉદ્દેશ્ય શું હતો? અસ્પૃશ્ય સમાજના ઉત્થાનનું કાર્ય એ સૌથી મહાન રાષ્ટ્ર કાર્ય – દેશસેવા છે, તેમના ઉત્થાન માટે પુરુષાર્થ કરવો એટલે ભારતીય રાષ્ટ્ર તથા વિશ્વની સેવા કરવા સમાન છે જો તમે આપણા રાષ્ટ્રની ઉન્નતિ ઇચ્છતા હોય અને દુનિયાના મુખ્ય રાષ્ટ્રોમાં આપણને પણ માન મળવું જોઈએ. આ માટે પ્રયત્નો થવા જોઇએ તેમજ કોઈપણ રાષ્ટ્રમાં, સમાજમાં એકતા હોવી જોઈએ. હું કોઇપણ પ્રકારના ભેદભાવ માનતો નથી હું પહેલા ભારતીય છું અને અંતે પણ ભારતીય છું આવી વૃત્તિ જ ભારતની આઝાદી માટે પોષક છે. ૧૯૨૦માં તેમણે રાષ્ટ્રના વિકાસની ચિંતા કરતા મુકનાયક સામયિક માં લખ્યું હતું કે આપણા વિશાળ રાષ્ટ્રને જુઓ તેની શું સ્થિતિ છે? અને નાનકડા જાપાની સ્થિતિ શું હતી? અને આજે એ જાપાની પ્રગતિ કરી દુનિયાના મુખ્ય રાષ્ટ્રમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે હિન્દુસ્તાનમાં આજે કુત્રિમ જાતિભેદ છે.તે ત્યાં પણ અસ્તિત્વમાં હતો પરંતુ સામુરાઈજાતિના વરિષ્ટ વ્યક્તિઓએ પોતાના જાતિગત અહંકાર છોડી પોતાના અજ્ઞાની અને દુઃખી બંધુઓને જ્ઞાની અને સુખી બનાવ્યા તેમનામાં પ્રેમ સંપાદનથી તેમનામાં પોતીકાપણાની નવી રાષ્ટ્ર ભાવના ઉત્પન્ન કરી.
આ પુસ્તકમાં ડૉ બાબાસાહેબ આંબેડકરના મહાન જીવનને ખૂબ જ ટૂંકમાં લોકો વચ્ચે લાવવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે એવી રીતે કહીયે તો બાબાસાહેબના મહાસાગર જેવા વ્યક્તિત્વનું એક નાનકડું બિંદુ માત્ર છે. આ રાષ્ટ્ર પુરુષ  યંગ ઈન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા ૬૦૦ સરકારી પ્રાથમિક શાળામાં અર્પણ કરેલ હોય આ પુસ્તકના વાંચન થકી હજારો બાળકો ડો.બાબાસાહેબના જીવન કવનને જાણી શકશે સમજી શકશે.પુસ્તક આપવા બદલ તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓ વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબી યંગ ઈન્ડિયા ગ્રુપનો ઋણ સ્વીકાર કરે છે.

 

(4:50 pm IST)