Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કાર હડફેટે હોન્ડા સ્વાર મુળીના ઉંપસરપંચ ટેમુભાનું કરૂણ મોત

વઢવાણ, તા. ર૩ : મુળી ખાતે પેટ્રોલ પંપ સામે કાર ચાલકના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા હોન્ડાને હડફેટે લેતા મુળીના ઉંપસરપંચ ટેમુભા ને ગંભીર ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેઓનું કરૂણ મોત નિપજયું હતું આ અકસ્માતની જાણ થતાં રાજકીય આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં આજે તેઓની સમ્શાનયાત્રા માં મોટીસંખ્યામાં ગામલોકો જોડાયા હતા ઉંપસરપંચ એવા ટેમભા તેમનાં હસમુખા સ્વભાવ નાં લીધે નામનાં ધરાવતાં હતાં મુળીમાં શોકનુ  વાતાવરણ ફેલાયું હતું.

 

(11:49 am IST)