Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ટંકારાની પાસે આર્યનગર બનાવી નવી ગ્રામ પંચાયતને મંજૂરી આપતા મેરજા

ટંકારા,તા. ૨૩ : ટંકારા – જબલપુર વચ્ચે લટકતી સોસાયટી હવે આર્ય નગર ગામથી ઓળખાશે અલગ પંચાયતને મંજૂરીની મહોર લાગી નવા ગામનુ નામ મહર્ષિ દયાનંદ સરસ્વતીને ધ્યાનમાં રાખીને આર્ય નગર પાડયું છેલ્લા બે દશકાથી સુવિધા અને સગવડને સૌ ગાઉ નુ છેટું હતુ હવે એકધારા વિકાસને વેગ મળશે સ્થાનિક લોકોએ બ્રિજેશ મેરજા અને રાજય સરકારનો આભાર માન્યો.

ટંકારા શહેરની ભાગોળે નહીં પરંતુ બોર્ડર ઉપર વસેલી જબલપુર ગામના રેવન્યુ સર્વે નંબર ધરાવતી જુદી-જુદી ૧૭ સોસાયટીઓને શહેરી કે ગામડા પ્રકારની કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા નાસીપાસ થયેલા ૧૨૦૦ જેટલા રહીશો દ્વારા અલગ ગ્રામ પંચાયતની રચના કરવા માંગ ઉઠાવી હતી જેથી સ્થાનિક સમસ્યાનુ સમાધાન કરી શકાય ત્યારે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા ઋષિની ભુમી ને શોભે એવુ આર્ય નગર નામકરણ કરી નવી પંચાયતને મંજુરીની મહોર મારી હતીઙ્ગ

આ નવા ગામમા (૧) હરીઓમનગર – ૧ (૨) હરિઓમનગર -૨ (૩) બાલાજી પાર્ક (૮) ક્રિષ્ના પાર્ક (૫) ધર્મભકિત સોસાયટી (૬) અયોધ્યાપૂરી સોસાયટી (૭) દેવનગર (૮) રાજધાની પાર્ક (૯) જામીનારાયણ નગર (૧૦) અવધ પાર્ક (૧૧) આર્યનગર (૧૨) પ્રભુનગર સોસાયટી (૧૩) સરદારનગર -૧ (૧૪) સરદારનગર -૨ (૧૫) સરદારનગર-૩ (૧૬) શ્યામ પાર્ક (૧૭) મહાલક્ષ્મીઙ્ગ પાર્ક સહિતની સોસાયટીનો સમાવેશ થયો છે.

આ સોસાયટીઓની વસ્તીનું એકત્રીકરણ કરતા ૧૨૦૦ જેટલી વસ્તી થાય છે. અત્યાર સુધી જબલપુર ગામના એક નવાપરા વિસ્તાર તરીકે જાણીતી આ સોસાયટી હવે નવા ગામની ઓળખ મળી છે. સ્થાનિક આગેવાન નાનજીભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ગુજરાત નહી વિશ્વનું ગૌરવ દયાનંદ સરસ્વતીને શોભે એવુ નામકરણ બદલ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

(12:34 pm IST)