Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ભાવનગર પતિની નજર સામે પત્નીનું મોત

ભાવનગર, તા.૨૪:  શહેરમાં ટ્રક અને એકટીવા પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે તેના પતિને ઇજા પહોંચી છે.

કુંભારવાડા મિલી ચાલી ભીમરાવનગરમાં રહેતા અને મધુ સિલીકા કંપનીમાં નોકરી કરતા કાનજીભાઈ કાનજીભાઈ કારેલીયા ઉં.વ. ૩૬ તેના પત્નીને લઇ એકટીવા  નં. જી.જે. ૪ DH34 50 લઈ શહેરના મસ્તરામ મંદિર ચિત્રા પાસેથી પસાર થતા હતા ત્યારે પુરઝડપે ધસી આવેલા ટ્રક નંબર જીજે૦૩ જીરો AT1376ના ચાલકે અડફેટે લેતા એકટીવા માંથી પડી જતા કાનજીભાઈના પત્ની જાગૃતીબેન ઉં.વ.૨૫નું ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતું. જ્યારે કાનજીભાઈને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવ અંગે કાનજીભાઈ કાનજીભાઈ  કારેલીયા એ ટ્રક ચાલક વિરુદ્ધ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)