Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

મોરબીમાં પોલીસનો ડર રાખ્યા વિના તસ્કરો બેખોફ : સિરામિક પ્લાઝાની ૪૦ જેટલી દુકાનોના તાળા તૂટ્યા

સિરામિક પ્લાઝા-૧ અને સિરામીક પ્લાઝા-૨ બંને કોમ્પલેક્ષ મળીને ૪૦ જેટલી દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો

મોરબી જીલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે પરંતુ પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં હોવાના કરતી રહી છે પણ ગત રાત્રીના તસ્કરોએ હાઈવે પર બે મોટા કોમ્પલેક્ષમાં એક સાથે ૪૦ જેટલી દુકાનોને નિશાન બનાવી હતી અને પરચુરણ વસ્તુની ચોરી કરવામાં આવી હોવાની માહિતી મળી છે એક સાથે ૪૦ જેટલી દુકાનોમાં ચોરીની ધટના બનતા પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે

મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ સિરામિક પ્લાઝા-૧ અને સિરામીક પ્લાઝા-૨ માં વહેલી સવારના સુમારે તસ્કરો ત્રાટકીયા હતા અને બંને કોમ્પલેક્ષ મળીને ૪૦ જેટલી દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો. સવારના સુમારે દુકાનદારો પોતાની ઓફિસે પહોચતાની સાથે જ ખળભળાટ મચી જવા પામ્યો હતો અને ૪૦ દુકાનોમાં ચોરી થઇ હોવાની માહિતી મળી હતી તો ધટનાની જાણ થતા જ મોરબી બી ડીવીઝન પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી તો તસ્કરોને પરચુરણ વસ્તુઓ હાથે લાગે જેમાં છે જેમાં રોકડ રકમ, લેપટોપ તેમજ ૧૦ જેટલી  ઓફીસમાંથી એસીના કોપર વાયરની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

  આ બંને કોમ્પલેક્ષમાં સિરામિક માર્કેટિંગ અને ટ્રેડીંગના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓ વ્યવસાય કરે છે તો એક સાથે ૪૦ જટેલી દુકાનોમાં ચોરીને અંજામ આપનાર તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહ્યા હોય તેમ ચોરીને અંજામ આપી રહ્યા છે તો પોલીસ પણ નાઈટ પેટ્રોલિંગના દાવા કરે છે પણ આવા બનાવો બનતા જ તે તમામ દાવાઓ પોકળ સાબિત થાય છે તો રેંજ આઈજીની થોડા દિવસ પહેલાની મુલાકત સમયે પત્રકાર પરિષદ સંબોધી જીલ્લામાં સ્થિતિ કાબુમાં હોવાના દાવા કરે છે પણ સાહેબ આ તે કેવી સ્થિતિ કાબુમાં છે ? તસ્કરો બેફામ બનીને ફરી રહ્યા છે ક્યા છે પોલીસ ? પોલીસનો ડર નથી આ તસ્કરોને? તેવા સવાલો પણ ઉથી રહ્યા છે

(10:50 pm IST)