Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

ઉના પાસે પ લાખ રોકડની લૂંટ કરીને નાસી જનારા અજાણ્‍યા શખ્‍સોની સીસીટીવી કેમેરાના આધારે તપાસ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૪: ગીરગઢડા રોડ ઉપર કપાસ ખરીદીનો વેપાર કરતા મનોજભાઇ રમણીકભાઇ તૈલી પોતાના બાઇક ઉપર જતા હતા ત્‍યારે બે અજાણ્‍યા શખ્‍સો આડા પડીને મનોજભાઇના બાઇક ઉપર લટકાવેલ પાંચ લાખ રોકડ ભરેલો થેલો લઇને નાસી ગયેલ હતાં. આ લુંટના આરોપીઓને પકડવા પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ ઉપરથી તપાસ હાથ ધરી છે.

ઉના-ગીરગઢડા રોડ ઉપર ખાપર ગામ રોડ ઉપર ન્‍યારા પેટ્રોલ પંપ પાસે મુળ દ્રૌણ ગામના હાલ ઉના શહેરમાં પટેલ સોસાયટીમાં રહેના મનોજભાલઇ રમણીકભાઇ તૈલી જાતે લોહાણા કપાસની ખરીદીનો વેપાર કરતા હોય ઉનામાં આવેલ એકસીઝ બ્રાન્‍ચમાંથી રૂપિયા પાંચ લાખ રપ૦૦ રોકડા ઉપાડી અને દ્રોણ ગામે જતા હતા ત્‍યારે ઉનાથી ૧ાા કિ.મી. દુર બે અજાણ્‍યા શખ્‍સો મોટર સાયકલ ઉપર આવી ચાલુ મોટર સાયકલે મનોજભાઇ તૈલીની મોટર સાયકલને પગેથી લાત મારી રોડ ઉપર પછાડી દીધા હતા અને રૂપિયા પાંચ લાખ ભરેલ થેલો ઝુંટવી લુંટ કરી અને મનોજભાઇને રોડની સાઇડમાં ઘા કરી નાસી ગયા હતાં.

આ લુંટની લોકોને જાણ થતા મનોજભાઇને દવાખાને સારવાર માટે ઉના લાવેલ છે. ઉના પોલીસને જાણ થતાં તુરંત ઘટના સ્‍થળે પહોંચી પેટ્રોલ પંપનાં સી.સી.ટી.વી. ચેક કરી મઆરોપીના સગવડ મેળવી રહી છે. જીલ્લા એલ.સી.બી. ત્‍થા જીલ્લા ક્રાઇમ બ્રાન્‍ચ પોલીસ પણ ઘટના સ્‍થળે પહોંચી તનપાસ શરૂ કરી છે

(12:26 pm IST)