Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

કોડીનારમાં ફ્રી લીગલ એઇડ ક્‍લિનિક પુનઃ કાર્યરત

કોડીનાર : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ગીર સોમનાથના આદેશ અનુસાર કોડીનાર નગરપાલિકામાં સ્‍થાપવામાં આવેલ લીગલ એઈડ ક્‍લિનિક કોરોના મહામારીના કારણે બંધ કરવામાં આવેલા હતી.જે હાલ પરિસ્‍થિતિ સામાન્‍ય થતાં પુનઃકાર્યરત કરવામાં આવી.જેમાં નગરજનોને  કાનૂની માર્ગદર્શન તેમજ કાનૂની સલાહ મળી રહે.તેમજ તેમને મુંજવતા કાનૂની પ્રશ્‍નોનું નિરાકરણ મળી રહે છે. તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્‍યક્ષ એચ. એમ. પરમારના માર્ગદર્શન હેઠળ લીગલ સેક્રેટરી ભાવિન જેઠવા તેમજ પી.એલ.વી.  પ્રકાશ જે મકવાણા, વાઘેલા રંજન, ચાવડા આરતી તેમજ નગરપાલિકાનો સ્‍ટાફ હાજર રહ્યા હતા.

(11:59 am IST)