Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં વિશ્વ માતળભાષા દિનની ઉજવણી કરાઇ

  હળવદ :   તક્ષશિલા વિદ્યાલય ખાતે વિશ્વ માતળભાષા દિવસની ઊજવણી કરવામાં આવી. આ ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોએ માતળભાષાના સંદર્ભે પોતાનું વક્‍તવ્‍ય આપ્‍યું હતું. જેમાં પટેલ શ્રેય મુકેશભાઈએ, સિણોજીયા મિરલ અલ્‍પેશભાઈએ, ટાપરીયા હિતેષા અશોકદાન, મકવાણા ધ્રુવી, વિડજા મૈત્રીએ અને શિક્ષિકા ચાવડા હેતલબેને પોતાની આગવી શૈલીમાં વક્‍તવ્‍ય આપ્‍યું હતું. ‘‘વિશ્વ માતળભાષા દિન'' નિમિત્તે શાળામાં વ્‍યાકરણ અને ભાષા સાહિત્‍ય માટેની પ્રશ્‍નોત્તરી જેવી રમત રમાડવામાં આવી હતી. જેમાં ધો-૭ના વિદ્યાર્થીઓએ વ્‍યાકરણ વિભાગમાંથી પ્રથમ નંબરે કલાડિયા હાર્દિક.બી, બીજા નંબરે ચરમારી સાહિલ રહ્યા હતા. જયારે ધો-૮ માં વ્‍યાકરણની પ્રશ્‍નોત્તરીમાં પ્રથમ નંબરે જાદવ ધૈર્ય ભરતભાઈ, બીજા નંબરે ઝાલા તોહા મયુરભાઈ રહ્યા હતા. જયારે ધો-૭માં ભાષા સાહિત્‍યની પ્રશ્‍નોતરીમાં પ્રથમ નંબરે વિડજા મૈત્રી કપિલભાઈ, બીજા નંબરે અબાસણીયા હમીર રહ્યા હતા. જયારે ધો-૮ માં ભાષા સાહિત્‍યની પ્રશ્‍નોત્તરીમાં પ્રથમ નંબરે પુરાણી મૌલેશ નટવરભાઈ, બીજા નંબરે પટેલ જય સુશીલભાઈ રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ વિશેષ તરીકે વિચરતી વિમુક્‍ત જાતિના એકતા મંચના પ્રભારી અને ગુજરાતી વિષયમાં પીએચ.ડી. કરનાર ડૉ. ચતુર ચરમારી હાજર રહ્યા હતા. તેમણે વિશ્વ માતળભાષા દિન નિમિત્તે માતળભાષા એ મા ની ભાષા છે એમ સમજાવી પોતાની છટાદાર બોલીમાં વક્‍તવ્‍ય આપ્‍યું હતું. શાળાના આચાર્ય અરવિંદભાઈ સોલંકીએ વિશ્વ માતળભાષા દિવસ ઉજવણીના ઈતિહાસની ઝાંખી કરાવી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન સંઘાણી દ્રષ્ટિબેન, લકુમ જયેશભાઈ, મારૂણીયા જયંતિભાઈએ કર્યું હતું. શાળાના કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. શાળાના પ્રમુખ ડાયામામા, નરેશ ભાઈ પરેચા, મુકેશ અઘારાના હસ્‍તે વ્‍યાકરણ અને ભાષા સાહિત્‍યની પ્રશ્‍નોત્તરીમાં જેનો નંબર આવેલ હતો તેમને ઇનામો આપ્‍યા હતા. શાળાના સંગીત શિક્ષક ગૌતમભાઈ અને શાળાની બાળાઓએ ‘‘ભાષા મારી ગુજરાતી'' ગીત રજુ કરી સૌને મુગ્‍ધ કરી દીધા હતા. (તસવીર હરીશ રબારી,હળવદ)

(12:00 pm IST)