Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

સારંગપુર BAPS સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં પદવીદાન સમારોહ

 રાજકોટ : સારંગપુર સ્‍થિત BAPS  સ્‍વામિનારાયણ સંસ્‍કૃત મહાવિદ્યાલય શ્રી સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. જયાં સમગ્ર વિશ્વમાંથી વિદ્યાર્થીઓ સંસ્‍કૃત ભાષાનો વિશેષ અભ્‍યાસ કરવા માટે પધારતા હોય છે. સાથે ૧૩ દેશોમાં સંસ્‍કૃતનો ઓનલાઇન અભ્‍યાસ કરાવાઇ રહ્યો છ.ે જેમાં તાજેતરમાં વર્ષ ર૦ર૧-રર દરમિયાન પૂર્ણ થયેલ શાષાી BA તથા આચાર્ય MA કક્ષાના વિદ્યાર્થીઓનો પંદરમો પદવીદાન સમારોહ તાજેતરમાં યુનિવર્સિટી ખાતે યોજાયો હતો ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રત, મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા, રાષ્‍ટ્રીય સંસ્‍કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રીનિવાસ વરખેડેજી તથા અન્‍ય કુલપતિઓની ઉપસ્‍થિતમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન ૩૮ જેટલ કોલેજોના આચાર્યો તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્‍થિત હતા. અહી યુનિવર્સિટીની તમામ વિદ્યાશાખા તેમજ તમામ વિષયોમાં શાષાી તથા આચાર્ય કક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક સારંગપુર સ્‍થિત BAPS સ્‍વાકમીનારયણ સંસ્‍કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો હતો. જેમાં શાષાી કક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી જયદીપભાઇ માંડલીયા સુવર્ણચંદ્રક વિજેતા બન્‍યા હતા ત્‍થા ધ્રુવભાઇ પટેલ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી રજતચંદ્રક વિજેતા બન્‍યા હતા તેવી જ રીતે આચાર્ય કક્ષમાં તરૂણભાઇ ઢોલાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યુ તથા તેજસભાઇ કોરિયાએ દ્વિતીય ક્રમ મેળવી રજતચંદ્રક પ્રાપ્ત કર્યુ હતું. આ વિદ્યાર્થીઓએ સમગ્ર યુનિવર્સિટીમાં સવોચ્‍ચ સ્‍થાન પ્રાપ્ત કરી અક્ષર પુરૂષોતમ સંસ્‍થાનું ગૌરવ વધાર્યુ છે.  સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર ચાર મેડલ એક વિદ્યાલયે પ્રાપ્ત કર્યા હોય તેવો પ્રસંગ બન્‍યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે BAPS સ્‍વામિનારાયણ સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં પ્રાધ્‍યાપક તરીકે સેવા આપતા શ્રી કૃષ્‍ણ ગજેન્‍દ્ર પંડાજીને અક્ષર પુરૂષોત્તમ દર્શનમાં વિદ્યાવારિધિ (Ph.D) ની ઉપાધિ પ્રાપ્ત થઇ.

(12:16 pm IST)