Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

ધોરાજીની કે.ઓ. શાહ કોલેજ ખાતે માતૃભાષા દીનની ઉજવણી કરાઇ

ધોરાજી : કે.ઓ.શાહ  મ્‍યુનિ. આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ ધોરાજી અને ગુજરાતી સાહિત્‍ય પરિષદના સંયુક્‍ત ઉપક્રમે તારીખ ૨૧/ ૨/ ૨૦૨૩ ના રોજ આચાર્ય ડો. આર .વી. રોકડના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ. વિશ્વ માતળભાષા દિવસ નિમિત્તે મુખ્‍ય વક્‍તા કવિ સ્‍નેહી પરમારે અભિવ્‍યક્‍તિનું શ્રેષ્ઠ માધ્‍યમ-માતળભાષા વિષય પર મનનીય વ્‍યાખ્‍યાન આપ્‍યું હતું વક્‍તાનો પરિચય અને કાર્યક્રમની ભૂમિકા પૂર્વ પ્રિન્‍સિપાલ ડો.સી.વી. બાલધાએઆપી હતી. મહેમાનોનું સ્‍વાગત અને પ્રસંગોચિત ઉદબોધન કોલેજના આચાર્યશ્રી -ન્‍સિપાલ ડો. આરવી રોકડે કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્‍ય વક્‍તા કવિ  સ્‍નેહી પરમારેમાતળભાષા સંદર્ભે વિશ્વમાં થયેલી ચળવળો તેમજ રાષ્‍ટ્રપિતા ગાંધીજી ,ઉમાશંકર જોશી અને મેઘાણી જેવા સર્જકોનો પરિચય આપી માતળભાષા ના ગૌરવ વિશે વાત કરી હતી. તેમજ ગુજરાતી સાહિત્‍ય પરિષદના મહામંત્રી ડો.સમીર ભટ્ટે વિડીયો સંદેશ પાઠવી માતળભાષાના ગૌરવગાન વિશે સુંદર વાત રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના પ્રાધ્‍યાપક ડો. જયશ્રી પરમારે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધોરાજી શહેરના નગરજનો પણ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઇતિહાસ વિભાગના પ્રાધ્‍યાપક આર .બી. પટેલે આભાર વિધિ કરી હતી.  (તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા, ધોરાજી)

 

ગોંડલના સુલતાનપુરમાં વરલીના આંકડા લેતો ગુલામહુશેન પકડાયો

રાજકોટ, તા.૨૪: ગોંડલના સુલ્‍તાનપુર ગામે તાલુકા પોલીસના હેડ કો. છત્રપાલસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે રેઇડ કરી જાહેરમાં વરલીના આંકડો લેતા ગુલામહુશેન સિદીકભાઇ રફાઇ રે.મોટી બજાર ગોંડલને રોકડા રૂા.૧૦૩૦ અને વરલીના સાહિત્‍ય સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:09 pm IST)