Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

વંથલીના શખ્‍સની ૧૪ બોટલ દારૂ સાથે ધરપકડ

જૂનાગઢ,તા. ૨૪ : વંથલીના એક શખ્‍સની સ્‍થાનિક પોલીસે ૧૪ બોટલ દારૂ સાથે ધરપકડ કરી બુટલેગરને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. વંથલીના કોન્‍સટેબલ મહેશભાઇ મેવાડા વગેરે ગત રાત્રે ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે વંથલીના ખાટકીવાડાનો જુબેર અમીન જેઠવાને રૂા. ૫૬૦૦ની કિંમતના વિદેશી દારૂની ૧૪ બોટલ અને રૂા. ૩૦૦૦ના મોબાઇલ સાથે પકડી પાડયો હતો.આ શખ્‍સે નાંદરખીનાં રામા હિરા ભારાઇ પાસેથી દારૂ મેળવ્‍યો હોવાનું ખુલતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી

(1:15 pm IST)