Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

ખાવડી પાસે ફરી એક તરફનો રસ્‍તો બંધ !!

બીજા ફાટકનું કામ શરૂ થયું!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.ર૪ : તાજેતરમાં ખાવડી પાસે રિલાયન્‍સ કંપની નજીક રેલવે ફાટક પાસે રસ્‍તાના કામ અંગે એક તરફનો રસ્‍તો દિવસો સુધી બંધ રહેતા એકજ ફાટક પર રોજના હજારો વાહનો નીકળતા ટ્રાફિક જામની સ્‍થિતિ થતી હતી તથા પડાણા પાટીયા પાસેથી ભારે વાહનોને ડાયવર્ટ કરાતા હતા.

ગઇકાલે સવારે બન્‍ને ફાટક ખુલી જતા લોકોએ નિરાંત અનુભવી હતી પણ તે બપોર સુધીજ ચાલી!! બપોર પછી  ફરીથી બીજી તરફના ફાટકનું કામ કરવા માટે ફરી એક તરફનું ફાટક બંધ કરાતા ફરીથી તમામ ટ્રાફીક એકજ ફાટક પરથી નીકળવાનો શરૂ થતા ફરી ટ્રાફીક જામની સ્‍થિતિ શરૂ થઇ ગઇ છે.

અત્‍યંત ભીડવાળા તથા આ રસ્‍તા પર રીલાયન્‍સ કંપની નાયરા કંપની એસ્‍સાર કંપની જી.એસ.એફ.સી. જેવી અનેક કંપનીઓ સાથે દ્વારકા હર્ષદ તીર્થધામો પોરબંદર જવાનો રોડ નીકળતો હોય ખુબજ ટ્રાફીક રહેતો હોય ઝડપથી કામ પુરૂ કરવાની લોકોમાં માંગ ઉઠી છ.ે

(1:27 pm IST)