Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીના કન્‍વીનર ખંભાળિયાની શાળાઓની મુલાકાત

ખંભાળિયા તા.ર૩ :- તાજેતરમાં સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીના કન્‍વીનર ડો. ઉમા મહેશ્વરીજી દ્વારા ર૦ર૩-ર૪ના શૈક્ષણિક વર્ષ માટે સંસ્‍કૃત યુનિવર્સિટીની જાણકારી તથા પ્રચાર પ્રસાર માટે ખંભાળિયાની વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી.

ખંભાળિયાની વિજય ચેરીટેબલ હાઇસ્‍કુલ, હાઇ.સુ.ગર્લ્‍સ હાઇસ્‍કુલ તથા હિઝલપરની મોડેલ શાળાની મુલાકાત લઇને ડો. મા મહેશ્વરીજી તથા દ્વારકા જિલ્લા એમ્‍બેસેડર ડો. ઉત્તમ શુકલએ યુનિવર્સિટી વિષે જાણકારી આપી હતી તથા છાત્રોને સંસ્‍કૃત વિષયનું મહત્‍વ સમજાવ્‍યું હતુ તથા બંન્‍ને દ્વારા પ્રાસંગીક વકતવ્‍યો દરેક સંખ્‍યામાં કરવામાં આવ્‍યા હતા.

(1:56 pm IST)