Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

મનોદિવ્‍યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ની ટીમ

મોરબી : ઘુંટુ ગામ નજીક આવેલી પ્‍લાસ્‍ટિકના પાઈપ બનાવતી કંપની પાસેની વાડીમાં કામ કરતાં પરિવારની દીકરી મનોદિવ્‍યાંગ હોવાથી ગત તા.૨૨ ફેબ્રુઆરીના રોજ ગુમ થઈ ગઈ હતી અને ચાલતાં ચાલતાં મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ સુધી પહોંચી હતી. જો કે, સદભાગ્‍યે આ મહિલા ટીમ અભયમને મળી આવતા ૧૮૧ની ટીમ દ્વારા મહિલાના પરિવારની શોધખોળ ચાલુ કરી હતી. બીજી તરફ ગુમ થયેલી મહિલાને ખબર ન હતી કે કઈ જગ્‍યાએથી ગુમ થઈ છે જેથી મોરબી ૧૮૧ની ટીમે જહેમત ઉઠાવી મહિલાના પરિવારને શોધવા પ્રયાસો હાથ ધરી પાઈપ કંપનીના માલિકના સાથ સહકારથી માહિતી મેળવીને ઘુંટુ પાસે મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્‍યું હતું.

(1:57 pm IST)