Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

મોરબી ધક્કાવાળી મેલડી મંદિર આયોજિત છઠ્ઠો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન.

સમૂહ લગ્નમાં ૧૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા.

મોરબીમાં હજારો લોકોની આસ્થાના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા નવલખી રોડ ખાતે સર્વજ્ઞાતિનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ૧૧ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા

જે સમુહ લગ્નોત્સવમાં જોડાનાર તમામ દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીના, ગૃહ ઉપયોગી તમામ ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી સમુહ લગ્નમાં હિરેનભાઈ પંડ્યાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન કરાવ્યા હતા અને આગામી સાતમાં સમૂહ લગ્નમાં ૨૧ દીકરીઓના સમૂહ લગ્નની પણ આ તકે જાહેરાત કરવામાં આવી હતી.

(11:24 pm IST)