Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ગમે ત્યારે ખોટું બોલવામાં કેજરીવાલનું નામ ગિનિસ બૂકમાં આવશે : કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન કેજરીવાલા પર આક્ષેપ

સાધ્વીજીએ ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કેજરીવાલ પર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ સાશિત રાજ્યો સિવાયનાં રાજ્યોમા પંચાયતીરાજમાં પૈસા નથી.

દ્વારકાઃ દ્વારકામાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ ભગવાનના દર્શન કરી બૌદ્ધિક સંમેલન યોજી કેજરિવાલ પર આક્ષેપો કર્યા હતા.  ભારત સરકારના કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિજીએ દ્વારકા બૌદ્ધિક સંમેલનમાં સંબોધ કર્યું. આ તકે જિલ્લા ભાજપનાં આગેવાનો અને બૌદ્ધિક લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. સાધ્વીજીએ ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કેજરીવાલ પર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ સાશિત રાજ્યો સિવાયનાં રાજ્યોમા પંચાયતીરાજમાં પૈસા નથી.

કેન્દ્રની યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવતી નથી. ગુજરાત દરેક ક્ષેત્રે દેશનું મોડલ હોવાનું જણાવ્યું હતું. અમુક કથિત લોકોમાં નામ લેતા કેજરીવાલ પર જૂઠું બોલવામાં ગીનીશ બુકમા નંબર આવશે તેમ કહી આક્ષેપો કર્યા હતા. પુસ્તક સંબોધન બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો. આ તકે જિલ્લાના ભારનીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ, ચુંટાયેલા જન પ્રતિનિધિઓ તેમજ જિલ્લા અને મંડળ સંગઠન અને મોરચાના હોદેદારો અને વિદ્યાર્થીઓ આ બૌદ્ધિક સંમેલન માં હાજર રહ્યા હતા.

(11:52 am IST)