Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના મુદ્દે જૂનાગઢ જિલ્લામાં ગામોમાં લાગ્યા બેનરો

વિસાવદર મત વિસ્તારના ખારચિયા, વિજાપુર, મેદપરા ગામમાં પોસ્ટર લાગ્યા:પાંચ કરોડ રૂપિયા લઈને ખેડૂતો સાથે ગદ્દારી કરનારાએ ગામમાં પ્રવેશ ન કરવો તેવા બેનર અહીં લગાવાયા: ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કહ્યું કે મારા નામની અફવા ફેલાવીને કાર્યકરોનું મોરલ તોડવાનો પ્રયાસ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સાત ધારાસભ્યોના ક્રોસ વોટિંગને લઈ વિવાદ વકરી રહ્યો છે. જૂનાગઢના વિસાવદર મત વિસ્તારના ખારચિયા, વિજાપુર, મેદપરા ગામમાં પોસ્ટર લાગ્યા છે. પાંચ કરોડ રૂપિયા લઈને ખેડૂતો સાથે ગદ્દારી કરનારાએ ગામમાં પ્રવેશ ન કરવો તેવા બેનર અહીં લગાવવામાં આવ્યા છે. જેનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકો ખેડૂતો સાથે ગદ્દારી કરનારા નેતાઓને લઈ રોષમાં જોવા મળ્યો છે અને આગામી ચૂંટણીમાં ભાજપને મત આપવાની તૈયારી દર્શાવી હતી.

આ બેનરો મુદ્દે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્યોએ પણ સ્પષ્ટતા કરી હતી. ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કહ્યું કે મારા નામની અફવા ફેલાવીને કાર્યકરોનું મોરલ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હર્ષદ રિબડીયાએ કહ્યું હતું કે અફવા ફેલાવનારાઓએ મારો ભૂતકાળ જાણવો જોઈએ મને ક્યારેય કોંગ્રેસ સાથે કોઈ વાંધો રહ્યો જ નથી. ઉપરાંત હર્ષદ રિબડીયાએ ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોની તપાસ કરીને તેમની સામે કડક પગલા લેવાનું સૂચન પણ કર્યું હતું.

(12:00 am IST)