Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

બોટાદના કથિત લઠ્ઠાકાંડ મામલે વિપક્ષ આક્રમકઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું માંગ્યુ રાજીનામું

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ટ્વિટ કરીને લખ્યું કે ભ્રષ્ટાચારી ભાજપ સરકારમાં ગામથી ગાંધીનગર સુધી હપ્તા રાજ ચાલતું હોવાને કારણે ખુલ્લેઆમ દારૂ, નશીલા પદાર્થ વેચાઈ રહ્યા છે

બોટાદમાં કથિત લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. આ કથિત લઠ્ઠાકાંડમાં 10 લોકોના મોતની આશંકા છે. ત્યારે આ મામલે વિપક્ષ હુમલાવર થયો છે અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી છે. સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ટ્વિટ કરીને લખ્યું કે ભ્રષ્ટાચારી ભાજપ સરકારમાં ગામથી ગાંધીનગર સુધી હપ્તા રાજ ચાલતું હોવાને કારણે ખુલ્લેઆમ દારૂ, નશીલા પદાર્થ વેચાઈ રહ્યા છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે, લોકોના મોતની જવાબદારી સ્વીકારી હર્ષ સંઘવી રાજીનામું આપે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરો.

(12:02 am IST)