Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જામકંડોરણાના મોટા દૂધીવદર ગામની સરકારી સ્‍કૂલ બની સ્‍માર્ટ સ્‍કૂલ

 જામકંડોરણાના મોટા દૂધીવદર ગામની સરકારી સ્‍કૂલ સ્‍માર્ટ સ્‍કૂલ બની છે. શિક્ષણને લઈ સમાજમાં ખૂબ જાગળતતા આવી છે ત્‍યારે  જામકંડોરણાના મોટા દુધીવદર ગામની પ્રાથમિક શાળા જે સમગ્ર રાજકોટ જિલ્લામાં સર્વ પ્રથમ ફુલ્લી સ્‍માર્ટ પ્રાથમિક શાળા છે. આ શાળામાં માત્ર અધ્‍યતન ટેકનોલોજી જ નહીં પરંતુ શિક્ષકો દ્વારા કરાયેલ મહેનતને પરિણામે મોટા દુધીવદર પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરવા માટે વિદ્યાર્થીઓ જામકંડોરણા અને ધોરાજી જેવા શહેરોમાંથી આવી રહ્યા છે સરકારી શાળાના શિક્ષણને વાલી ઓ વિધાથી ઓ બિરદાવી રહયા છે . મોટા દુધીવદર સરકારી પ્રાથમિક શાળા ના આચાર્ય વિજયભાઈ વ્‍યાસે જણાવ્‍યું હતું કે મોટા દુધીવદર પ્રાથમિક શાળા એ રાજ્‍યની શ્રેષ્‍ઠ શાળાઓ પૈકી છે તેમ જ રાજકોટ તમામ વર્ગખંડોમાં લેપટોપ ઇલેક્‍ટ્રોનિક બોર્ડ પ્રોજેક્‍ટર લગાવવામાં આવ્‍યા છે સમગ્ર શાળા ઓનલાઇન અને વાઇફાઇ સુવિધા ધરાવે છે. શાળામાં મેદાન ઉપરાંત રમત ગમતના સાધનો સંગીતના સાધનો લાઇબ્રેરી સહિત તમામ સુવિધાઓ છે. ગુણોત્‍સવમાં સતત પાંચ વખતએ પ્‍લસ તેમજ સ્‍કૂલ ઓફ એક્‍સલંસમાં પસંદગી પામી છે.   હાલ શાળામાં ૧૯૭ વિદ્યાર્થીઓ ધોરણ ૧ થી ૮ માં અભ્‍યાસ કરી રહ્યા છે. જેમાં ૮૦ જેટલા વિદ્યાર્થીઓ શહેરી વિસ્‍તારમાંથી ગામડાની આ શાળામાં ભણવા આવી રહ્યા છે. ધોરણ એક થી આઠની આ પ્રાથમિક શાળામાં ૮ શિક્ષકો ૯ જેટલા વર્ગખંડો પ્રાર્થના હોલ અને સુંદર મજાના પર્યાવરણ વચ્‍ચે શાળામાં વિદ્યાર્થીઓનો અભ્‍યાસ ચાલી રહ્યો છે.  સરકારી શાળામાં દાખલા રૂપ ગણી શકાય એવી શાળા ની પ્રગતિ પાછળ શિક્ષકો તેમજ ગ્રામજનો નો સહકાર હોવાનું આચાર્યએ જણાવ્‍યું હતું.

(11:01 am IST)