Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

બગસરા જૂથ વિવિધ સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

 બગસરા : જુથ વિવિધ વિકાસકારી સહકારી મંડળી લી. ખેડૂતોના ધિરાણ સહિત વિવિધ કામગીરી છેલ્લા ૬૮ વર્ષથી કામ કરી રહી છે. ત્‍યારે પ્રમુખ-ઉપપ્રમુખની મુદત પુર્ણ થતા ચુંટણી યોજાઈ. જેમાં પ્રમુખ તરીકે વિઠલભાઇ હિરાણી અને ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ ટીબંડીયા બિનહરીફ ચૂંટાયા હતા. મંડળીના  ૧૩ સભ્‍યોની ઉપસ્‍થિતિમાં ચુંટણી યોજાતા ૭ સભ્‍યોની બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાઇ આવતા સભાસદોનો આભાર માન્‍યો હતો. ૧૭૮૪ જેવા સભાસદો ધરાવતી આ મંડળી જિલ્લામાં પ્રથમ નંબરની મંડળી હોય ત્‍યારે આ મંડળીમાં મોટા ભાગના સભાસદોને બેંક દ્વારા આવરી લેવાય છે. આ તકે પ્રમુખ વિઠ્ઠલભાઈ હિરાણી,  ઉપપ્રમુખ ભીખુભાઇ ટીંબડીયા, વ્‍ય. સદસ્‍ય વિનોદરાય ઘાડીયા, સુરેશભાઇ માંગરોળીયા, મગનભાઈ વેકરીયા રમેશભાઈ ગોંડલીયા, મુક્‍તાબેન કથીરિયા સહિતના સભાસદો તથા છગનભાઈ હિરાણી, શિવલાલભાઈ ઠુંમર, ચંદુભાઈ ગોંડલીયા કાનજીભાઈ ડીકે ડોબરીયા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગીયા, મુકેશભાઈ ગોંડલીયા, રમેશભાઈ ગોંડલીયા, વિકાસભાઈ મોદી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. ઘણા વર્ષો પહેલા અરજણ બાપાએ સ્‍થાપના કરી બીજ નાખેલ મંડળીના આજે મોટું વટ વળક્ષ બની ખેડૂતોને ઉપયોગ આવતી આ મંડળી ખેડૂત પુત્રોને મદદરૂપ થાય છે. પોપટભાઈ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી. (તસવીર-અહેવાલ : સમીર વિરાણી બગસરા)

(11:01 am IST)