Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ભાવનગરમાં ધ્‍વજ ફરકાવવા માટેનો અભ્‍યાસ કરાવાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૨૬ : તાજેતરમાં ૧૫ મી ઓગષ્‍ટ પર્વ આવી રહ્યું છે ત્‍યારે ભારત દેશ આઝાદ થયો તેના ૭૫મી વરસ ઉજવણી સમગ્ર ભારત દેશમાં તા.૧૩ થી ૧૫ ઓગષ્‍ટ દરમ્‍યાન તમામના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ ફરકે તેવા કાર્યક્રમો આવી રહ્યા છે ત્‍યારે રાષ્‍ટ્રધ્‍વજ  પુરા માન-સન્‍માનથી ધ્‍વજવંદન થાય તે હેતુ થી ભાવનગર શહેર-જીલ્લાના રસ ધરાવતા નગરજનોને સેવાભાવથી ભાવનગર શહેરના સરદાર બાગ (પીલ ગાર્ડન) સરદાર પટેલની પ્રતિમાની સામે ધ્‍વજવંદન માટેનો લાઇવ અભ્‍યાસ કરાવવામાં આવશે તો રસ ધરાવતા યુવાનો તેમજ નગરજનોએ તા. ૨૬ના રોજ સાંજના પ થી૬ દરમ્‍યાન સરદાર યુવા મંડળ ભાવનગરના પ્રમુખ ભરત મોણપરા ધ્‍વજ વંદન કેવી રીતે કરાય તે બાબતે ધ્‍વજ સાથે તાલીમ અપાશે તો રસ ધરાવતા વિદ્યાર્થીઓ તથા નગરજનો એ ઊપસ્‍થિત રહેવુ.

(11:02 am IST)