Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

વાંકાનેરમાં પાર્થધ્‍વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા સન્‍માન સમારોહ

વાંકાનેર : પાર્થધ્‍વજ હનુમાનજી યુવક મંડળ જીનપરા દ્વારા વિદ્યાર્થી સન્‍માન સમારોહ શ્રી સરસ્‍વતીની અસીમકૃપાથી સરસ્‍વતી શકિત પ્રાથમિક શાળા જીનપરાના વિદ્યાર્થીઓના સન્‍માનનો એક કાર્યક્રમ આજે સાંજે પ વાગ્‍યે ગૌસ્‍વામી સમાજની વાડી જીનપરા ખાતે યોજાયેલ આ કાર્યક્રમનાં અધ્‍યક્ષ સ્‍થાને વાંકાનેરનાં યુવાન મહારાણારાજ સાહેબ કેશરીદેવસિંહજી ઝાલા અને તાલુકા ભાજપનાં પ્રમુખ રતીલાલભાઇ અણીયારયા તથા તાલુકા પંચાયતનાં પ્રમુખપતિ ધર્મેન્‍દ્રસિંહજી ઝાલા, જીલ્લા પંચાયતનાં નવઘણ તથા કરશનભાઇ તેમજ શૈલેષભાઇ ઠકકર તથા દાતા શ્રી દમયંતીબેન ગુણવંતરાય મહેતા તથા રસીલાબેન કાચા, તથા શાળાનાં આચાર્ય તથા શિક્ષકશ્રી તથા બક્ષીપંચનાં માજી પ્રમુખ સિધ્‍ધરાજભાઇ ડાંગર, કિશોરભાઇ પુજારા સાથે પાર્થધ્‍વજ હનુમાનજી યુવક મંડળનાં ટપુભા જેઠવા, ભીખાલાલ મકવાણા, સુરેશગીરી જમનાગીરી, તથા જગદીશભાઇ મોરાણીયા, રમેશભાઇ મકવાણા શહેર બક્ષીપંચનાં પ્રમુખ, વિપુલભાઇ કાપડીયા, સહિતની યુવક મંડળની ટીમ તથા જીનપરા ના યુવાનો સાથે પ્રથમ સરસ્‍વતી શકિત સ્‍કુલના આ કાર્યક્રમ પ્રથમ વાંકાનેરનાં મહારાજા શ્રી કેશરીદેવસિંહ ઝાલાની અધ્‍યક્ષતામાં પ્રથમ દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમની શરૂઆત થયેલ બાદમાં આ સ્‍કુલનાં ધોરણ ૧ થી ૮ માં પ્રથમ આવનાર બાળકોને શિલ્‍ડ તથા પુસ્‍તક તથા બોટલ વિતરણ કરવામાં આવેલ તેમાં પ્રથમ આવેલ ૧ થી ૩ આવેલ તેમને ટ્રોફી તથા પુસ્‍તકો વિતરણ કરવામાં આવેલ છે. બાદમાં શ્રી કેશરીદેવસિંહજી ઝાલા તથા ધર્મેન્‍દ્રસિંહજી  ઝાલા, તથા દમયંતીબેન, તથા રસીલાબેન કાચાએ અભિનંદન પાઠવી બીરદાવેલ હતાં.  (તસ્‍વીર - અહેવાલ : મહમદ રાઠોડ વાંકાનેર)

(11:03 am IST)