Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

વડિયા-કુંકાવાવ તાલુકા ભાજપની કારોબારી મિટિંગ યોજાઈ

 વડિયા : ૯૫અમરેલી વિધાનસભા સીટના પ્રભારી રાજુ બાંભણીયા ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપ્‍યું. તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, મહામંત્રી શૈલેષ ઠુંમર, રમેશ સાકરીયા, જિલ્લા મહિલા મોરચાના મંત્રી પારૂલબેન દાફડા, જિલ્લા યુવા ભાજપના તુષાર વેગડ, યુવા ભાજપના મહામંત્રી અનિરૂધ્‍ધ બોરીચા, જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જલ્‍પેશ મોવલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ વસંત સોરઠીયા, કારોબારી ચેરમેન પ્રાગજી વસાણી, તાલુકા પંચાયત સદસ્‍યો, વિવિધ ગામના સરપંચો, આગેવાનો અને કાર્યકર્તા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે પ્રભારી અને પ્રમુખ દ્વારા સદસ્‍યતા અભિયાનમાં વધુને વધુ લોકોને ભાજપ સાથે જોડાવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. જયારે પ્રભારી દ્વારા દરેક કાર્યકર્તાના કામની પાર્ટી નોંધ લઈ ને તેને ક્ષમતા મુજબનું સ્‍થાન તેને આપતી હોય છે ત્‍યારે દરેક કાર્યકર્તા ને સખત મહેનત કરી ૯૫અમરેલી વિધાનસભા મા ભાજપનો ભવ્‍ય વિજય થાય તે માટે કામે લાગી જવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે વડિયાના શિવાજી ચોક ખાતે યુવા ભાજપ દ્વારા સદસ્‍ય જોડો અભિયાન પણ કરવામાં આવ્‍યુ હતુ. અને લોકોને ભાજપ સાથે જોડાવા અપીલ કરો લોકો ને ભાજપ ના સદસ્‍ય બનાવ્‍યા હતા.(તસ્‍વીર-અહેવાલ : ભીખુભાઇ વોરા વડિયા)

(11:04 am IST)