Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે રોડનું લેવલીંગ કરાવી મેટલ નખાઇ

 પ્રભાસ પાટણ : સોમનાથ કોડીનાર નેશનલ હાઇવે રોડને ખોદી નાખવામાં આવેલ અને ચીકણી માટી નાખીને બે માસથી કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે વાહનો ચલાવવા અતિ મુશ્‍કેલ બનેલ છે અને ચીકણી માટીને કારણે ટ્રકો વારંવાર ફસાવાના બનાવો બને છે. જેથી ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડ દ્વારા પોતાના ખર્ચે જેસીબી મશીન દ્વારા આજોઠા સુત્રાપાડા ફાટક સોનારીયા બાદલપરા સહિતના ગામોમાંથી નેશનલ હાઇવે રોડ ઉપર મેટલ નાખી લેવલીંગ કરવામાં આવેલ છે. (તસ્‍વીર દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:05 am IST)