Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સોમનાથ કેટરીંગ એસોસિયેશનની જનરલ મીટીંગ

 પ્રભાસ પાટણ : સોમનાથ કેટરીંગ એસોસિયેશનની સોમનાથ સાગર દર્શન અતિથિ ભવન ખાતે જનરલ મીટીંગ મળેલ હતી. મીટીંગની શરૂઆત પહેલાં સોમનાથ કેટરીગ એસોસિયેશનના પ્રમુખ મીલનભાઇ જોષી અને તમામ સભ્‍યો અને પરીવાર સાથે બેન્‍ડ બાજાની રમઝટ સાથે સોમનાથ મહાદેવનાં જયઘોષ બોલાવતા સોમનાથ મહાદેવ ને ધ્‍વજારોહણ કરવામાં આવેલ. ધ્‍વજારોહણ બાદ જનરલ મીટીંગની શરૂઆત કરવામાં આવેલ. જેમાં ગાંધીનગર ખાતે તા. ૧૪,૧૫,૧૬ સપ્‍ટેમ્‍બર - ૨૨ના ઓલ ઇન્‍ડિયા કેટરીગ એસોસિયેશનના અધિવેશનનુ આયોજન કરવામાં આવેલ છે તેની માહિતી એસોસિયેશનના તમામ સભ્‍યો ને આપવામાં આવેલ અને આ અધિવેશનમાં બહોળા પ્રમાણમાં જવાનુ નક્કી કરવામાં આવેલ.આ જનરલ મીટીંગમાં સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, કાકા સેનડવિ દિપકભાઈ તિલાવતે હાજરી આપી હતી. મીટીંગ પૂર્ણ થયા બાદ એસોસિયેશનના તમામ સભ્‍યોએ પરીવાર સાથે પ્રસાદ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સોમનાથ કેટરીગ એસોસિયેશનના પ્રમુખ મીલનભાઇ જોષી અને તમામ સભ્‍યો એ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:05 am IST)