Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ગીરસોમનાથનાં સુત્રાપાડામાં એકતા મહિલા મંડળની મહિલાઓ બની પગભર

(દેવાભાઈ રાઠોડ દ્વારા)પ્રભાસ પાટણ તા. ૨૩ : સખીમેળામાં હોમડેકોરની પ્રોડક્‍ટનો સ્‍ટોલ ધરાવતા કિંજલબેન ધારેચાના મંડળમાં ૧૦ બહેનો કાર્યરત છે. તેમને સરકાર દ્વારા મહિલાઓ માટે ચાલતી વિવિધ યોજનાની જાણ થઈ અને એક મહીના પહેલા સખીમંડળની શરૂઆત કરી. કિંજલબેને આવા સખીમેળા યોજવા બદલ રાજ્‍ય સરકારનો આભાર માનતા કહ્યું કે, હું પહેલા ઘરે કામ કરતી હતી અને હોમડેકોરની પ્રોડક્‍ટ બનાવતી હતી. જે પછી વધારે બહેનોને જોડીને એકતા મહિલા મંડળની શરૂઆત કરી. મંડળ બનતાં જ આવકમાં પણ વધારો થયો છે. પહેલા કરતા હવે ઉત્‍પાદન કામ પણ સરસ રીતે ચાલે છે. સરકાર તરફથી પણ આવા સખી મેળામાં ભાગ લેવા માટેની જાણ પણ કરવામાં આવે છે અને વિનામૂલ્‍યે સ્‍ટોલની જગ્‍યા તેમજ રહેવાની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવે છે. જેથી સ્‍ટોલનું ભાડું બચે છે અને દર મહિને સારી કમાણી થઇ જાય છે.

(11:06 am IST)