Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ગીરસોમનાથ એલ.સી.બી.નાં શૈલેષભાઈ ડોડીયાનું સન્‍માન

 ગીરસોમનાથ તા. ૨૬: એલ.સી.બી.માં હેડ કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ સંગ્રામભાઈ ડોડીયાએ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા ગીરસોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રશંસા પત્ર આપી સન્‍માનીત કરેલ છે.

શૈલેષભાઈ ડોડીયાએ કોડીનાર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ અંબુજા સીમેન્‍ટ ફેક્‍ટરીના કોરિડોર પાસેથી ટ્રક નં. જી.જે.૩૨ ડી ૫૨૫૨ કિં. ૧ લાખની ચોરીનો બનાવ બનેલ. જેની કોડીનાર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ. આ અનડીટેક ગુન્‍હાની  બાતમી મળતા તે જગ્‍યાએ રેડ કરી આ ટ્રકનો સ્‍ક્રેપ કબ્‍જે કરી અને આ ચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીની ધરપકડ કરી કુલ રૂ.૬ લાખ ૮૦ હજારનો મુદ્દામાલ કબ્‍જે કરેલ. આ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી પ્રશંસનીય કાર્યવાહી કરવા બદલ સન્‍માનિત કરેલ શૈલેષભાઈ ડોડીયાને શિવ ડિઝિટલવાળા અશ્વિનભાઈ ઝાલા સહિત કોડીનારના પત્રકારોએ શુભેચ્‍છાઓ આપી હતી.

(11:07 am IST)