Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

વડીયાના તોરીમાં યુથ કોંગ્રેસ દ્વારા સર્વરોગ નિદાન કેમ્‍પ અને ફ્રી મેડિસિન કેમ્‍પમાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી સહીત કોંગ્રેસના હોદેદારોની ઉપસ્‍થિતી

વડિયા :  તોરી ગામે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર મા વડિયા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા સર્વેરોગ નિદાન કેમ્‍પ, ફ્રી મેડિસિન કેમ્‍પ અને ધારાસભ્‍ય પરેશ ધાનાણી ની ગ્રાન્‍ટ માંથી એમ્‍બ્‍યુલન્‍સના લોકાર્પણ તથા લોક સેવાના ઉદેશથી સર્વેરોગ નિદાન કેમ્‍પ અને ફી મેડિસિન કેમ્‍પ નુ આયોજન કરવામાં આવ્‍યુ હતુ. તેમાં ચાપરડાના શ્રી મુકતાનંદ બાપુ ના આશ્રમથી  તમામ રોગના નિષ્‍ણાંત ડોક્‍ટરોની ટીમ દ્વારા પોતાની સેવા આપતા ૪૯૬જેટલાં ગ્રામીણ વિસ્‍તાર ના લોકોને નિદાન કેમ્‍પ અને ફ્રી મેડિસિન કેમ્‍પ નો લાભ મળ્‍યો હતો. આ સમગ્ર કાર્યક્રમ મા ધારાસભ્‍ય પરેશ ધાનાણી,જિલ્લા પંચાયત સદસ્‍ય ગૌતમ વસાવા, તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મનસુખભાઇ ગોંડલીયા, જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દેવરાજ બાબરીયા, યુથ કોંગ્રેસના મહામંત્રી મોનિલ ગોંડલીયા, જિલ્લા કિસાન કોંગ્રેસ ના સત્‍યમ મકાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, પૂર્વ આરોગ્‍ય સમિતિના ચેરમેન ધર્મેન્‍દ્ર પાનસુરીયા, તાલુકા યુથ કોંગ્રેસના જુનેદ ડોડીયા, ભૌતિક પાંધી,હર્ષ તેરૈયા ઉપસ્‍થિત રહ્યા હતા જયારે સ્‍થાનિક આગેવાનો અરજણસુખ ગામના સરપંચ બાબુભાઈ હિરપરા, ખાન ખીજડીયાના દેવાભાઈ રાઠોડ, બીપીનભાઈ વેકરીયા, પરેશભાઈ કોટડીયા, હરેશભાઈ વોરા, કિશોરભાઈ બોરડ, વિક્રમભાઈ હિરપરા, નાગજીભાઈ વેકરીયા અને સ્‍થાનિક આરોગ્‍ય કેન્‍દ્રના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર - અહેવાલ : ભીખુભાઈ વોરા, વડિયા)

(11:13 am IST)