Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ર૭ સહિત ૩પ ડેમો છલોછલઃ ર૭ ડેમોમાં ૮૦%થી વધુ પાણી

પાની રે પાની તેરા રંગ કૈસા, જીસમેં મિલા દો લગે ઉસ જૈસા... : નર્મદા ડેમ ૬૭.૯૭% ભરેલોઃ ગયા વર્ષની ર૬ જૂલાઇની સરખામણીએ રર૬૦.૦૯ એમ.સી.એફ.ટી. પાણી વધુઃ સૌરાષ્‍ટ્રના ડેમોમાં કુલ જળ જથ્‍થો પપ.૧૧%

રાજકોટ તા. ર૬ :.. રાજયભરમાં મેઘરાજાએ મહેર કરતા નદી, તળાવ, જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. હાલ ગુજરાતના નર્મદા સહિત ર૦૭ ડેમો પૈકી ર૭ ડેમો છલોછલ ભરેલા છે. જેમાં સૌરાષ્‍ટ્રના ૧૪, કચ્‍છના ૧૩ અને મધ્‍ય ગુજરાતના ૧ ડેમનો સમાવેશ થાય છે. ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં ૬૬૧૯.૬૧ એમ. સી. એફ. ટી. પાણી છે. તે ટકાવારીની દ્રષ્‍ટિએ ૬૯.૯૭ ટકા થાય છે. ગયા વર્ષ કરતા રર૬૦.૦૯ એમ. સી. એફ. ટી વધુ છે.

હાલ નર્મદા સહિત રાજયના બધા જ ડેમોમાં મળી કુલ સંગ્રહ ક્ષમતા પૈકી ૬ર.૮ર ટકા જળ જથ્‍થો ઉપલબ્‍ધ છે. સૌરાષ્‍ટ્રમાં પપ.૧૧ ટકા પાણી સંગ્રહીત છે. હજુ ચોમાસાનો દોઢેક મહિનો બાકી હોવાથી વધુ આવકની આશા છે.

સૌરાષ્‍ટ્રના ડેમોમાં જિલ્લાવાર જળ જથ્‍થાની માહિતી નીચે મુજબ છે.

જિલ્લો               પાણી(ટકા)

અમરેલી     પ૪.૪પ

ભાવનગર   પ૭.૬પ

બોટાદ              ૧૩.૬૩

દ્વારકા               ૪૭.૬૦

ગીર સોમનાથ       ૮૮.૩૪

જામનગર   ૬ર.૬૧

જુનાગઢ     ૬૯.૬૪

મોરબી              ૩પ.૪૧

પોરબંદર    ૬૮.૬૯

રાજકોટ     ૬૧.૩૪

સુરેન્‍દ્રનગર  રર.ર૯

કુલ સરેરાશ    પપ.૧૧

(11:30 am IST)