Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

શુક્રવારે વિઠ્ઠલભાઇ રાદડિયાની ત્રીજી પુણ્‍યતિથી : સૌરાષ્‍ટ્રમાં સેવાકાર્યો

મહારકતદાન કેમ્‍પ, સર્વરોગ નિદાન કેમ્‍પ, નામકરણ, કોરોના વેકસીનેશન કેમ્‍પ, રક્‍તતુલા સહિતના આયોજનો જામકંડોરણા, ઉપલેટા, કાલાવડ, રાજકોટ, ગોંડલ, ધોરાજી, જેતપુર, સાણથલી, જૂનાગઢ, કેશોદ, સુરત સહિતના સ્‍થાનો પર કેમ્‍પના આયોજનો

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૨૬ : સૌરાષ્ટ્રના લડાયક અને. કદાવર ખેડૂત નેતા,ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈ ચાલનારા જેમને જીવન આમ. જનતા, ખેડૂતો. અને ગરીબ લોકોની સેવા કાજે સમર્પિત કર્યું હતુ,  જીવનના છેલ્લા શ્વાસ સુધી જેમને લોકસેવાના કાર્યો કર્યા. હતા. આવા મહાન વિરલ વ્‍યકિત ગૌ.વા. વિઠલભાઈ રાદડીયાની તૃતિય વાર્ષિક પુણયતિથિએ. તા.ર૯-૭-૨૦૨૨ ને શુકવારે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં અનેક સ્‍થાનો પર મહારક્‍તદાન કેમ્‍પ,સર્વરોગ નિદાન કેમ્‍પ,નામકરણ,કોરોના વેક્‍સીનેશન કેમ્‍પ, સહિતના. વિવિધ સેવાકાર્યો થકી લોકો યાદ કરી શ્રધ્‍ધાંજલી અર્પણ કરશે.
જામકંડોરણાઃ- જામકડોરણામાં તાલુકાના સર્વજ્ઞાતિય પરિવાર તેમજ શહેરની તમામ સામાજીક સંસ્‍થાઓ દ્વારા તા.૨૯ ના રોજ સવારે ૯ વાગ્‍યાથી સાંજે ૫ વાગ્‍યા સુધી કન્‍યા વિદ્યાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્‍પ તથા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્‍પમાં ફેફસાના રોગો,મગજ તથા કરોડરજજુ,સ્ત્રી રોગ,ચામડીના રોગો, હદયના રોગો,કોડની તથા યુરીનના રોગો,આખના રોગો, હાડકા તથા સાંધાના રોગો,કેન્‍સર રોગના નિષ્‍ણાંત તબીબો. વિનામુલ્‍યે નિદાન કરી આપશે તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્‍યે દવા તેમજ લોહી,પેશાબ તથા ડાયાબિટીસની લેબોરેટરી પણ કરી આપવામાં આવશે કેમ્‍પનો જયેશભાઈ રાદડીયા શુભારંભ કરી લોક્‍સેવામાં સમર્ચિત કરશે
ગોંડલઃ- ગોંડલ તાલુકા તથા શહેરની સામાજીક સંસ્‍થાઓ. તેમજ ભોજરાજપરા ગ્રુપ દ્વારા સવારના ૮થી પ્રસંગ પાર્ટી પ્‍લોટ ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન. કરવામાં આવેલ છે તેમજ રાત્રે શ્રીનાથજીની ઝાંખી અને જયેશભાઈની રકતતુલાનો કાર્યકમ રાખવામાં આવેલ. છે.
ઉપલેટાઃ- શ્રી પટેલ સેવા સમાજ દ્વારા સવારે ૮ થી બપોરના ૨ વાગ્‍યા સુધી શ્રી લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ રાખવામાં આવેલ. છે.
કાલાવડઃ-શ્રી સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા કાલાવડ ખાતે મહારક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ. છે.
રાજકોટઃ- જામકંડોરણા તાલુકા પરિવારના સૌજન્‍યથી સોરઠીયા પરિવારની વાડી,મવડી બાયપાસ રોડ, બાપા સીતારામ ચોક ખાતે સવારે ૮ થી બપોરના ૨ વાગ્‍યા સુધી મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ રાખવામાં આવેલ છે તેમજ રાજડોટ,પડધરી,લોધીકા તાલુકા સહકારી પરિવાર અને એસ.પી.જી.ગ્રુપ દ્વારા પટેલ વાડી,બેડીપરા, ભાવનગર ૨ોડ ખાતે સવારના ૮ થી બપોરના ૧ કલાક સુધી મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ રાખવામાં આવેલ. છે
ધોરાજીઃ- ધોરાજી સહકારી પરિવાર તથા હિન્‍દુ યુવક સંઘ દ્વારા સવારના ૮ કલાકથી બપોરના ૧ વાગ્‍યા સુધી પટેલ સાંસ્‍કૃતિક ભવન,જના બસ સ્‍ટેશન પાસે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે
જેતપુરઃ- જેતપુર માર્કેટ યાર્ડ દ્વારા બપોરે ૩ થી સાંજના ૨-૦૦ સુધી માર્કેટ યાર્ડ ખાતે મહા રક્‍તદાન કેમ્‍પ તેમજ શ્રી વિઠલભાઈ રાદડીયા ફુટ એન્‍ડ વેજીટેબલ માર્કેટ યાર્ડ નામકરણ વિધિ, આયુર્વેદ કેમ્‍પ,વૃક્ષારોપણ તેમજ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
સાણથલીઃ- જસદણ તાલુકા સહકારી પરિવાર દ્વારા સવારે ૮ થી બપોરના ૧ સુધી સાણથલી જુથ સેવા સહકારી મંડળી ખાતે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.
જૂનાગઢ :- શ્રી ખેતવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ દ્વારા સવારે ૯ કલાકથી બપોરના ૨ વાગ્‍યા સુધી મહારકતદાન કેમ્‍પ અને નિઃશુલ્‍ક કોવિડ વેકસીનેશન કેમ્‍પ રાખવામાં આવેલ છે.
કેશોદ : શ્રી લેઉવા પટેલ યુવા સમિતિ અને આવકાર હોસ્‍પિટલ દ્વારા બપોરે ૧ થી સાંજે ૫ વાગ્‍યા સુધી ફ્રી સર્વરોગ નિદાન કેમ્‍પ રાખવામાં આવેલ છે.
સુરત : સુરભી ગ્રુપ તથા ખોડલધામ સમિતિ અને જેતપુર તથા જામકંડોરણા તાલુકા પરિવાર તથા રાદડીયા પરિવાર દ્વારા બપોરના ૪ કલાકથી કોમ્‍યુનિટી હોલ, સરથાણા જકાતનાકા પાસે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ સદભાવના જીવદયા ધુન મંડળ દ્વારા બિમાર ગાયોના લાભાર્થે સૌરાષ્‍ટ્ર પટેલ ભવન, તળાવની સામે, પુણાગામ ખાતે રાત્રે ૮ કલાકે મહાધુનનું આયોજન કરવામાં આવેલ છે.

 

(11:31 am IST)