Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

હળવદ પરગણા રબારી સમાજના વિદ્યાર્થીઓનો સન્‍માનનો સમારોહ

હળવદ : શ્રી માલધારી વિવિધલક્ષી વિકાસ ટ્રસ્‍ટ દ્વારા સમસ્‍ત હળવદ પરગણા રબારી સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓનું  સન્‍માન કરવામાં આવેલ. રબારી સમાજના તેજસ્‍વી તારલાઓને પ્રોત્‍સાહન અધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ તેમજ સરકારમાં કર્મચારી/અધિકારી તરીકે નવનિયુક્‍તિ પામેલા યુવાનોનાં સન્‍માન સમારોહનું આયોજન કરાયું હતું. શ્રી માલધારી વિવિધલક્ષી વિકાસ ટ્રસ્‍ટના છાત્રાલય ખાતે નવનિર્મિત  લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવેલ. માલધારી સમાજના શ્રેષ્ઠી બાબુભાઈ દેસાઈના સહયોગથી પુસ્‍તકાલયનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. સન્‍માન સમારોહમાં શ્રી વડવાળા મંદિર દુધરેજધામના, કોઠારી  મુકુન્‍દરામદાસ બાપુ તેમજ વડવાળા મંદિર દુધઇધામના  મહંત રામબાલકદાસ બાપુએ સૌને આશીર્વચન પાઠવેલ. રબારી સમાજના આગેવાનો નાગજીભાઈ મોરી, રાજેશભાઈ આલ, વશરામભાઇ ઝીડ, રઘુભાઈઆલ, મેરૂભાઈ ટમાલીયા, દેવેભાઈ મોરબીવાળા, દિલીપભાઈ ચૌહાણ તથા હળવદ પરગણાના દેહાઈ જયેશભાઈ રબારી તથા હળવદ તાલુકામાંથી  અનેક આગેવાનો તથા  દેહાઈઓ તથા સમાજ યુવાનો   સહિતના લોકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ. આ  સન્‍માન સમારંભ કાર્યક્રમને સફળ બનાવવા માટે માલધારી વિવિધલક્ષી વિકાસ ટ્રસ્‍ટના સભ્‍યો લીબાભાઈ રબારી , નાગરભાઈ રબારી, ભરતભાઇ રબારી, વાઘાભાઈ રબારી, સવજીભાઈ રબારી, જનકભાઈ રબારી, દિનેશભાઈ રબારી સહિતના સર્વો રબારી યુવાનોએ જહેમત ઉઠાવવી હતી.(તસ્‍વીર-અહેવાલ : હરીશ  રબારી હળવદ)

 

(11:34 am IST)