Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ગોંડલમાં એક વર્ષની બાળકીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૬: ગોંડલના ગુંદાળા રોડ પર તિરૂપતી ગોડાઉન સામે શાંતિલાલભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ એમપીના રોશનભાઇ દેવકે અને સીમાબેન દેવકેની પુત્રી બેબી (ઉ.વ.૧) બિમાર પડયા બાદ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. મૃતક એક ભાઇથી નાની હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કાગળો કરી ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:36 am IST)