Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ગીર મધ્‍યે પાતળેશ્વર મંદિરે શ્રાવણ માસમાં પૂજા અર્ચના કરવા વન વિભાગ મંજુરી આપશે

ઉના, તા., ૨૬: ગીર મધ્‍યમાં મીની કેદારનાથ સમુ પાતળેશ્વર મહાદેવનું મંદિર આખો શ્રાવણ માસ ભકતજનોને પુજા-અર્ચન કરવા ખુલ્લુ રહેશે. પાતળેશ્વર મંદિરે આશ્રમ દ્વારા ચા-દુધ બપોરે-સાંજે મહાપ્રસાદ તેમજ વન વિભાગ દ્વારા વિનામુલ્‍યે પાતળેશ્વર મંદિરે જવા મંજુરી યાત્રીકોને અપાશે.
ઉનાથી રર કિ.મી. દુર બાબરીયા ગીર ચેક પોસ્‍ટથી ગીર મધ્‍યમાં આવેલ પ્રાચીન-પૌરાણીક તથા સૌની મનોકામના પુર્ણ કરતુ મીની કેદારનાથ સમુ જે વરસમાં બે જ વાર મહાશિવરાત્રીના આઠ દિવસ અને શ્રાવણ માસના ૩૦ દિવસ બાબરીયા ચેક પોસ્‍ટથી વન વિભાગ દ્વારા સવારે ૭ થી સાંજ સુધી વિનામુલ્‍યે યાત્રીકોને પરમીટ આપી પ્રવેશ અપાશે.
આગામી તા.૨૮-૭ ને ગુરૂવારથી તા.ર૭ -૮-રર સુધી પાતળેશ્‍વર મહાદેવના દર્શન-પુજન-અર્ચન કરવા જવા દેશે. શ્રાવણ માસના પ્રથમ દિવસે પાતળેશ્વર મહાદેવના દર્શન-પુજન -અર્ચન કરવા જવા દેશે. શ્રાવણ માસના પ્રથમ દિવસે પાતળેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી ધરમદાસ ગુરૂશ્રી નિર્વાણદાસ બાપુ ઉદાસીન આશ્રમ બાબરીયાવાળા ભકતજનો સાથે જઇ શીવલીંગ ઉપર દુધ, પંચામૃતનો અભિષેક, બિલ્‍વપત્ર ચડાવી આરતી કરી પ્રારંભ કરાવશે. આ શ્રાવણ માસના ૩૦ દિવસ સુધી બાબરીયામાં આવેલ આશ્રમમાં તમામ ભકતોને વિનામુલ્‍યે ચા-દુધ તથા બપોરે તથા સાંજે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરેલ હોય તમામ ભકતજનોને લાભ લેવા મહંતશ્રી ધરમદાસ બાપુએ નિમંત્રણ યાદીમાં આપેલ છે.

 

(11:38 am IST)