Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

શ્રી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતા અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના ગીરસોમનાથ જીલ્લાના હોદ્દેદારો, કાર્યકરો સાથે મુલાકાતઃ ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી, ઇન્‍દ્રનીલ રાજયગુરૂ સહિતનાની ઉપસ્‍થિતી

અરવિંદ કેજરીવાલ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે પ્રવેશ્‍યા હતા તે નજરે પડે છે. બીજી તસ્‍વીરમાં ‘‘આપ''ના આગેવાનો સાથે અરવિંદ કેજરીવાલ નજરે પડે છે (તસ્‍વીરઃ અહેવાલઃ દિપક કકકડ -વેરાવળ)

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા.ર૬ : આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્‍હીના મુખ્‍ય મંત્રી અરવિંદ કેજરીવાલ ગઇકાલે રાત્રીના શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે દિલ્‍હીથી વિમાન માર્ગે સોમનાથ આવી પહોંચ્‍યા હતા અને રાત્રીના શ્રી સોમનાથ ખાતે હોટલમાં રાત્રી રોકાણ કર્યા બાદ આજે બપોરે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ૧૦-૩૦ વાગ્‍યે પહોંચ્‍યા હતા.

અરવિંદ કેજરીવાલ સાથે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી, ઇન્‍દ્રનીલ રાજયગુરૂ સહિતના જોડાયા હતા.

કાલે શ્રી સોમનાથ ખાતે અરવિંદ કેજરીવાલનું આગમન થતા આમ આદમી પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો. સ્‍થાનીક ગીર સોમનાથ જીલ્લાના આગેવાનો રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના આગેવાનોએ આવકાર્યા હતા.

આજે સવારે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરો સાથે મીટીંગ કરી હતી. અને સ્‍થાનીક પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી.

શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ અરવિંદ કેજરીવાલ રાજકોટ આવવા માટે રવાના થયા હતા બપોરે રાજકોટમાં સ્‍થાનિક વેપારીઓ સાથે તેઓની રાજકોટ ખાતે બેઠક યોજાઇ છ.ે

રાજકોટમાં અરવિંદ કેજરીવાલને આવકારતા બેનરો લગાવવામાં આવ્‍યા છે.

રાજકોટમાં મિટીંગ બાદ અરવિંદ કેજરીવાલ સાંજે દિલ્‍હી જવા રવાના થશે.

(11:38 am IST)