Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ધોરાજી ગ્રામ્‍ય તાલુકા પંચાયત હસ્‍તકના રસ્‍તાઓ તાત્‍કાલિક રિપેર થશે : ટી.ડી.ઓ. જયશ્રીબેન દેસાઇ

 ધોરાજી,તા.૨૬ : ધોરાજીના ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ ઉબડ ખાબડ છે ત્‍યારે લોકો પરેશાન છે ત્‍યારે ધોરાજી તાલુકા વિકાસ અધિકારી જયશ્રીબેન દેસાઈએ લોકોને પડતી હાલાકીને લઈને  માર્ગ અને મકાન વિભાગને જાણ કરી છે અને રસ્‍તા પર રી ર્સફિંગ કરવા માટે પણ જણાવ્‍યું છે
 ભારે વરસાદના કારણે રોડ રસ્‍તાઓની હાલત કફોડી બની છે ત્‍યારે ધોરાજીથી ચિખલિયા સુધીનો માર્ગ બિસ્‍માર બની ગયો છે ત્‍યારે આબાબતની ધોરાજી તાલુકા વિકાસ અધિકારીને જાણ થતાં ધોરાજીના તાલુકા વિકાસ અધિકારી જયશ્રીબેન દેસાઈ એ લોકો ને પડતી હાલાકી ને લઈ અને આર એન બિ વિભાગ ને જાણ કરી છે જયશ્રી બેન દેસાઈનું કેહવુ છે કે જે રસ્‍તાઓ બિસ્‍માર છે તે (આર એન બી) હસ્‍તક ના છે અને જો કોઈ પણ ગામડામાં રસ્‍તા બાબતની ફરિયાદ હશે તો એમનું તાત્‍કાલિક નિરાકરણ લાવવા તાલુકા પંચાયત કચેરી વિભાગ સતર્ક છે ધોરાજીના અમુક રસ્‍તાઓ બિસ્‍માર છે અને આર એન બી વિભાગ હસ્‍તક ના છે જે તમામ રસ્‍તાઓ અંગે આર એન બિ વિભાગ ને જાણ કરી દેવામાં આવી છે.

 

(11:41 am IST)