Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

આટકોટ-જસદણની ૧૯૬૨ ટીમ દ્વારા યુધ્‍ધના ધોરણે લમ્‍પી વાયરસની કામગીરી

આટકોટ : જસદણ અને વિંછીયા તાલુકા માં ૮ મોબાઇલ પશુ દવાખાનું જે ૧૦ ગ્રામ દીઠ એક પશુ દવાખાનું હોય છે  અત્‍યારે જસદણ અને વિંછીયા તાલુકા માં રસીકરણ તેમજ લમપી રોગ ની  સારવાર કરીને ૧૯૬૨ ની ટીમે માનવતા મહેકાવી. એક અંદાજ મુજબ છેલ્લા ૨ દિવસ લુમ્‍પી વાયરસ માં ૧૦૦ થી વધુ પશુ સારવાર તેમજ ૫૦૦ થી વધુ પશુ રસીકરણ જેવી કામગીરી ૧૯૬૨ ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. જસદણ તાલુકા માં ૪ મોબાઇલ પશુ દવાખાના અને વિંછીયા તાલુકા માં ૪ મોબાઈલ પશુ દવાખાના ૧૯૬૨ ના કામગીરી કરે છે જે બને તાલુકા માં ૯૦ થી વધુ ગામ માં સારવાર આપે છે. હાલ પરિસ્‍થિતિ માં ૧૯૬૨ તેમના સમાવેશ ના થયેલા ગામો માં પણ લમપી રોગ જો કેસ તેમાં ૧૯૬૨ ટીમ ઘટના સ્‍થળે જઇને  સારવાર -દાન કરે છે (તસવીર-અહેવાલ : કરશન બામટા,આટકોટ)

 

(11:41 am IST)