Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

નયારા એનર્જીના સહયોગથી ચાલતા કૌશલ્ય વિકાસ કાર્યક્રમના 110 વિધાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને રોજગારીની તકોમાં વધારો થાય એવો પ્રયાસ

(મુકુંદ બદિયાણી દ્વારા)

જામનગર, તા. 26: આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીના સહયોગથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેક્ટ એક્સેલ હેઠળ "21મી સદીના કૌશલ્ય વિકાસ કાર્યક્રમ" અંગે યુવાઓને તાલીમ આપવામાં આવી રહી છે, આવી તાલીમ પૂર્ણ કરનારા 110 વિદ્યાર્થીઓને ખંભાળિયામાં પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

પ્રોજેક્ટ એક્સેલનું સમગ્ર માળખું નયારા એનર્જીએ યુનાઇટેડ નેશન્સ ડેવપલમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી)ની સાથે જોડાઈને તૈયાર કર્યું છે જેથી તે યુવાઓને વધુ ઉપયોગી અને મદદરૂપ બનશે. ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવું, રોજગારીની તકોમાં વધારો કરવો, સામૂહિકીકરણની સુવિધામાં વધારો કરવો, સરકારી યોજનાનો લાભ અપાવો, અધિકારો અંગે માર્ગદર્શન આપવું, ખેડૂત બજારના ઉપયોગનું જ્ઞાન આપવું વગેરે જરૂરી મુદ્દાઓને આવરી લઇ વિદ્યાર્થીઓને આ અંગે તાલીમ આપવામાં આવે છે. બાદમાં જોબ પ્લેસમેન્ટ માટે પણ મદદ કરવામાં આવે છે.

આ પ્રોજેક્ટ હેઠળ ખંભાળિયાના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં તાલીમ મેળવેલા 110 વિધાર્થીઓને નગરપાલિકાના ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્રમાં પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના આચાર્ય ચેતનભાઈ શાહ, ઉપાચાર્ય વિમલભાઈ નકુમ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ફેલોશિપના ઉદયભાઈ પાનસુરીયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

નયારા એનર્જીના ડાયરેક્ટર અને રિફાઇનરી હેડશ્રી પ્રસાદ પાનીકરે જણાવ્યું હતું કે "સતત વિકસિત થઇ રહેલા ઔદ્યોગિક ક્ષેત્રમાં આજના યુવાઓને જરૂરી માર્ગદર્શન અને તાલીમ મળી રહે એ માટે નયારા એનર્જી સ્કિલ ડેવલપમેન્ટ માટેના કાર્યક્રમો વિશેષજ્ઞની સહાયતા સાથે ચલાવી રહી છે, જેનો લાભ સ્થાનિકોને મળી રહ્યો છે".

પ્રોજેક્ટના બીજા તબક્કામાં પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 90થી વધુ જગ્યાઓ માટે વિવિધ કંપનીઓએ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા હતા. આ કાર્યક્રમમાં 50 વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.  પ્રોજેક્ટ એક્સેલ ખંભાળિયાના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રની સાથે સાથે જામનગરમાં પુરુષ અને મહિલા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.

00000

નયારા એનર્જી વિશે: નયારા એનર્જી એ એક નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને આંતરરાષ્ટ્રીય સ્કેલની પેટ્રોકેમિકલ્સ કંપની છે, જેમાં હાઈડ્રોકાર્બન મૂલ્ય સાંકળની સુધારણાથી લઈને રિટેલમાં મજબૂત હાજરી છે. ઓગષ્ટ 2017 માં, ભારતીય કંપનીને રોઝેફ્ટ ઓઇલ કંપની, વૈશ્વિક કોમોડિટી ટ્રેડિંગ કંપની ટ્રાફીગુરા અને યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ સહિતના આંતરરાષ્ટ્રીય રોકાણકારો દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને આ રોકાણ કન્સોર્ટિયમ હતું. કંપની હાલના 20 એમએમટીપીએની ક્ષમતા સાથે ગુજરાતના વાડીનાર ખાતે ભારતની બીજી સૌથી મોટી સિંગલ સાઇટ રિફાઇનરી ધરાવે છે અને ચલાવે છે. રિફાઇનરી એ વિશ્વની સૌથી આધુનિક રિફાઈનરીઓમાંની એક છે જેનો નેલ્સન જટિલતા સૂચકાંક 11.8 છે અને તે બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ દ્વારા પૂરક છે. નયારા એનર્જી વિશે વધુ માહિતી www.nayaraenergy.com પર ઉપલબ્ધ છે.

મીડિયા સંપર્ક - પ્રફુલ્લ ટંકારિયા - 7574817106, prafull.tankaria@nayaraenergy.com

(12:29 pm IST)