Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જામનગરમાં લમ્પી વાયરસને લઈને ગાયો ના થઈ રહેલા ટપોટપ મૃત્યુ સામે કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ :ફોટો સેશન પુરતો ?

 

 

 

 

 

જામનગર:::જામનગરમાં કોંગ્રેસ દ્વારા લમ્પી વાયરસને લઈને ગાયો ના થઈ રહેલા ટપો ટપ મૃત્યુને પગલે સવારે 11 થી 12:00 વાગ્યા દરમિયાન લાલ બંગલા સર્કલ ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે ફોટા પડતા જ કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા અને વિપક્ષી નેતા આનંદ રાઠોડ સહિતના કોર્પોરેટરો ફોટો સેશન પતાવી નીકળી ગયા હતા અને માત્ર દેખાવ કર્યાનો સંતોષ માન્યો હતો. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પણ લોકો રસ નથી લઈ રહ્યા જેને લઈને સમય થાય તે પહેલા જ ધારણા પ્રદર્શન પણ વહેલું આટોપી લેવામાં આવે છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર )

(12:32 pm IST)