Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

મોરબી જીલ્લામાં લમ્‍પી વાયરસથી ત્રણ પશુના મોત : ૩૦ હજાર પશુઓને રસીકરણ કરાયું

૧૧૦ ગામમાં ૩૭૧ શંકાસ્‍પદ સહીત ૩૦ હજાર પશુને રસી મુકવામાં આવી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૬ :  મોરબી સહીત સમગ્ર રાજ્‍યમાં લમ્‍પી વાયરસનો ફેલાવો થયો છે જેથી માલધારીઓમાં ચિંતા જોવા મળી રહી છે તો પશુપાલન વિભાગની ટીમો સતત રસીકરણ સહિતની કામગીરી કરી રોગ નિયંત્રણ માટે કાર્ય કરી રહી છે

મોરબી જીલ્લામાં પણ લમ્‍પી વાયરસના લક્ષણો પશુઓમાં જોવા મળતા જીલ્લાના પશુપાલન અધિકારી કે એસ કટારાના માર્ગદર્શન હેઠળ વિવિધ ૨૪ ટીમો બનાવી જીલ્લામાં કામગીરી કરવામાં આવી રહી છે મોરબી જીલ્લાના ૧૧૦ ગામોમાં ૩૭૧ પશુઓમાં શંકાસ્‍પદ લક્ષણો જોવા મળ્‍યા હતા જે શંકાસ્‍પદ લક્ષણો ધરાવતા પશુઓ સહીત જીલ્લામાં અત્‍યાર સુધીમાં ૩૦,૦૦૦ પશુઓને રસીકરણ કરી દેવામાં આવ્‍યું છે અને રોગ નિયંત્રણ માટે પશુપાલન વિભાગ ટીમ સતત દોડધામ કરી રહી છે

પશુપાલન અધિકારીના માર્ગદર્શન હેઠળ કુલ ૨૪ ટીમો જીલ્લાના વિવિધ ગામોમાં રસીકરણ સહિતની કામગીરી કરી રહી છે દરમીયાન ત્રણ પશુના મોત થયાના સમાચાર મળ્‍યા છે હળવદ તાલુકામાં ૦૧ અને મોરબી તાલુકામાં ૦૨ એમ ત્રણ પશુના મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે.

(4:39 pm IST)