Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના મહિલાઓ માટે નિદાન કેમ્પ યોજતા પ્રતાપભાઇ દુધાત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૨૬ : લીલીયા, પટેલ વાડી, લાઠી રોડ ખાતે લીલીયા તાલુકાના ગામોમાંથી  સ્ત્રીઓના દર્દો જેવા કે સ્તન કેન્સર, ગર્ભાશયમુખ કેન્સર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં નિદાન કરાવવા જવું પડે અને મોટી રકમથી આપવી પડે તેમજ બહાર મોટી સ્પેશ્યાલિસ્ટ દર્દો ની હોસ્પિટલોમાં આખો દિવસ હેરાન થવું પડે જેને ધ્યાને લઈને ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા ઘર આગણે આવા રીપોર્ટ અને નિદાન થાય તે પણ નિઃ શુલ્ક તેવા શુભ આશયથી રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ તથા આલીપોર સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટ ચીખલીની સાથે સંકલન કરી અને ધારાસભ્યશ્રીના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં લીલીયા તાલુકાની ૮૦ જેટલી મહિલાઓએ આ કેમ્પ માં ભાગ લઈને નિદાન કરાવેલ.

જેમાં રોટરી કલબ ઓફ અમરેલી ના પ્રેસીડન્ટ ડો. અંબરીશભાઈ રાજયગુરુ, ડો. પ્રતિકભાઈ સંઘરાજકા, ડો,નીલેશભાઈ જોષી, ઉપસ્થિત રહ્યા હતા અને તેમના તેમજ રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ તથા આલીપોર સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટ ચીખલીની ટીમ દ્વારા દેખરેખ રાખીને તપાસ કરવામાં આવ્યા હતા.

આ નિઃ શુલ્ક કેમ્પમાં ડો. કુંભાણી, આર.બી.ભાલાળા. ખોડાભાઈ માલવિયા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ લીલીયા, જીવનભાઈ વોરા, બહાદુરભાઇ બેરા પ્રમુખ તાલુકા પંચાયત લીલીયા , જીવરાજભાઈ પરમાર નીતિનભાઈ ત્રિવેદી મહામંત્રી કોંગ્રેસ સમિતિ લીલીયા વિજયભાઈ કોગથીયા કારોબારી ચેરમેન , ભીખાભાઈ દેવાણી, સામતભાઈ બેલા મનોજભાઈ સેજપાલ મનુભાઈ દુધાત, ભુપતભાઈ પટોલિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને આ કાર્યકમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.

આમ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા લોકોને ઘર આંગણે આવી સેવાકીય પ્રવૃતિ કરીને લોકોને મદદરૃપ થવામાં અગ્રેસર રહેતા હોય છે.

(1:30 pm IST)