Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ખંભાળિયામા આયુષનો સર્વરોગ નિદાન, સારવાર કેમ્પ યોજાયો

 (કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા, તા. ૨૫ : સંસ્થા લાયન્સ કલબ સાથે જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના સંયુકત ઉપકમે આયુર્વેદ - હોમીઓપેથીનો સર્વરોગ નિદાન - સારવાર કેમ્પ તથા વિનામૂલ્યે દવા વિતરણ કાર્યક્રમનુ  આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે યોજવામાં આવેલા આ આયુષ સર્વરોગ નિદાન, સારવાર તથા દવા કેમ વિતરણ કેમ્પના પ્રારંભે લાયન્સ કલબના પ્રમુખ વિનુભાઈ બરછા (ઘી વારા) એ સૌને આવકારી, ઉદબોધન કર્યુહતું.

આ કેમ્પમાં ખંભાળિયા શહેર તથા આસપાસના ૨૦૦થી વધુ દર્દીઓએ લાભ લઇ, સંતોષની લાગણી વ્યકત કરી હતી. આ ઉપરાંત આ સ્થળે યોગ માર્ગદર્શન, સ્વાસ્થ્યવૃત ચાર્ટ પ્રદર્શન, પંચકર્મ અને અગ્નિકર્મ સારવાર અને આ તમામ બાબતો અંગે સવિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લાયન્સ કલબના સેક્રેટરી અને ઝોન ચેરમેન હાડાભા જામે જરૃરી વ્યવસ્થા સંભાળી, કેમ્પ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત સંસ્થાના તત્કાલીન  પ્રમુખ મનસુખભાઈ નકુમ, નિમિષાબેન નકુમ, દર્શનાબેન મહેતા, મહેન્દ્રભાઈ જોશી તેમજ ડો, સાગર ભૂતે ઉપસ્થિત રહી, માર્ગદર્શન આપી અને આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી,

 આ સમગ્ર કેમ્પમાં ખંભાળિયાની જનરલ હોસ્પિટલના તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના સર્વે નિષ્ણાંત ડોકટરો ડો, અંકિતા ડી.સોલંકી, ડો. મીરા એચ. ચાવડા, ડો. ઇર્વેજલી ડી. ગામીત, ડો, ડિમ્પલ પી. પંડયા, ડો. કશ્યપ એન. ચૌહાણ, ડો. રત્નાંગ આર. દવે અને ડો. જીજ્ઞા બી, કુલર દ્વારા દર્દીઓને તપાસીને જરૃરી માર્ગદર્શન તથા સારવાર અર્થે દવાઓ આપવામાં આવી હતી, આયુર્વેદ શાખાના યોગ ઇન્સ્ટ્રકટર પૂજાબેન એચ, છાયા દ્વારા યોગા સેશન યોજવામાં આવ્યું હતું.

 આ ઉપરાંત આ સ્થળે આયુર્વેદની રોગ પ્રતિકારક અને શકિતવર્ધક દવાઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જે મોટી સંખ્યામાં દર્દીઓએ મેળવી અને આભારની લાગણી વ્યકત કરી હતી.

(1:57 pm IST)