Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

લઠ્ઠાકાંડ : ભાવનગર સર ટી હોસ્‍પિટલની મુલાકાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સાંજે આવશે

(મેઘના/વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૬: લઠ્ઠાકાંડના ઘેરા પ્રત્‍યાઘાતો પડી રહ્યાં છે. આપ ના સંયોજક અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બપોરે ભાવનગર આવી રહ્યા છે ત્‍યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પણ આજે સાંજે ભાવનગરની મુલાકાતે આવનાર હોવાનું જાણવા મળેલ છે.  હાલમાં જે લઠ્ઠાકાંડ બનાવ બન્‍યો તેના પડઘા આખા ગુજરાતમાં પડ્‍યા છે ત્‍યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્‍યક્ષ  જગદીશભાઈ ઠાકોર આજરોજ સાંજે ૪:૩૦ કલાકેભાવનગર ની  સર.ટી.હોસ્‍પિટલ ખાતે મુલાકાતે આવનાર હોવાનુ ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી એ જણાવ્‍યું હતું.

(1:31 pm IST)