Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

બોટાદના રોજીદ ગામમાં ટ્રેકટરમાં એક સાથે પાંચ મૃતકોની અંતિમયાત્રા નીકળતા અશ્રુ દરિયો વહ્યો

દારૂએ પરિવારને વેરવિખેર કરી નાંખતા ભારે શોક

ભાવનગર તા. ૨૬ : બોટાદ જિલ્લાના રોજીદ ગામના કથિત લઠ્ઠાકાંડમાં ૫ ના મોત થતા આજે સવારે એક સાથે ૫ મૃતકોની ટ્રેકટરમાં અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડયું હતું.

ગઈકાલે લઠ્ઠાકાંડની ઘટના બાદ રાતથી જ રોજિદ સહિત આસપાસના ગામોમાં મહિલા અને બાળકોના રડવાનાં આક્રંદથી સમ્રગ ગામ દ્રવી ઉઠ્‍યું હતું. આજે વહેલી સવારથી જ એકસાથે ૫-૫ મૃતદેહોની ટ્રેક્‍ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. ગઈકાલ સાંજથી અત્‍યાર સુધીમાં ઝેરી દારૂ પીવાથી મોતને ભેટનાર લોકોનો આંકડો ૨૪ એ પહોંચ્‍યો છે. જેમાંથી ૧૫ લોકો બરવાળા અને ૯ લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું જાણવા મળ્‍યું છે. હાલ, મોડી રાતથી જ રોજિદ ગામમાં એટીએસ સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્‍યો હતો.

હાલ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્‍પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્‍યા હતા. આ બનાવને પગલે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્‍કાલિક ધરપકડ કરી હતી.

(1:31 pm IST)