Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ધુપ-છાંવ સાથે ઝાપટા

રાજકોટ તા. ૨૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ધુપ-છાંવ સાથે ઝાપટા વરસી રહ્યા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : જૂનાગઢ, કેશોદ, માંગરોળ, વિસાવદરમાં હળવા ઝાપટા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસ્‍યા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૧.૫ મહત્તમ, ૨૬ લઘુત્તમ, ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૦.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.  જ્‍યારે કાલાવડના નિકાવા, નવાગામ, મોટા પાંચ દેવડા, જામજોધપુરના જામવાડી, વાંસજાળીયા, ધુનડા, પરડવા, લાલપુરના ભણગોર, મોડપરમાં ઝાપટા પડયા છે.

(1:34 pm IST)