Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જામનગરના સીદસરમાં વાડીએ જુગાર રમતા ૭ ઝડપાયા ર.૬પ લાખનો મુદામાલ જપ્ત

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.ર૬ : જીલ્લાના પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના તથા એલસીબીના ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહિલના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા જામજોધપુર પો. સ્ટે. વિસ્તારમાં પ્રોહી જુગારના  કેશોશોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન જામજોધપુર તાલુકાના સીદસર ગામે રહેતા આશિષ ગોપાલભાઇ મકવાણાની વાડીમાં આવેલ ઓરડીમાં રમેશભાઇ  બાબુભાઇ મકવાણા રહે. સીદસરગામ મંદિરની બાજુમાં તા. જામજોધપુર જી. જામનગર, પબાભાઇ દેવાણંદભાઇ ચાવડા રેહ. મોટા કાલાવડ તા. ભાણવડ જી. દેવભુમી દ્વારકા, શૈલેષભાઇ મનુભાઇ માણાવદરીયા રહે. મોટી પાનેલી તા. ઉપલેટા જી. રાજકોટ, રણજીતભાઇ હરદાસભાઇ પરમાર રહે. સતાપર ગામ તા. જામજોધપુર જી. જામનગર, દેવાણંદભાઇ માલદેભાઇ નંદાણીયા રહે. મોટીગોપ તા. જી. જામજોધપુર જી. જામનગર, ચારૃલભાઇ રમેશભાઇ માણાવદરીયા રહે.સીદસર ગામ મંદિર રોડ, તા. જામજોધપુર જી. જામનગરની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ઇન્ચાર્જ પો. ઇન્સ. કે.કે.ગોહિલની સુચનાથી પો.સ.ઇ. આર.બી. ગોજીયા, એલસીબી સ્ટાફના માંડણભાઇ મકવાણા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, અજયસિંહ ઝાલા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:34 pm IST)