Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ખંભાળિયાના કાંઠા વિસોત્રી દાંતા ગામે લમ્‍પી વેકસીનનું રસીકરણ

એનિમલ કેર તથા વ્રજ ફાઉન્‍ડેશન દ્વારા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.રપ :  વિસ્‍તારમાં ગાયોમાં લમ્‍પી રોગચાળો જે અત્‍યંત ચેપી હોય વ્‍યાપક થતા  જતો હોય ખંભાળિયાની સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ એનિમલ કેર્સ ગ્રુપતથા વ્રજ ફાઉન્‍ડેશન દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જઇને વિનામૂલ્‍યે લમ્‍ફી વેકસીન ગાયોને લગાડવાનું અભિયાન શરૂ કર્યુ છે. જે  અવિરત રહયુ છે. તાજેતરમાં ખંભાળિયાના બેહ તથા કલ્‍યાણપુરના ગાગા ગામે  વેકિસન કર્યા પછી આ બંન્‍ને સંસ્‍થાઓએ ખંભાળિયાના કોડા વિસોત્રી તથા દાંતા ગામે ગઇકાલે ગાયોને વિનામૂલ્‍યે વેકિસન કર્યુ હતુ.

દાંતા ગામે ૯૦ ગાયોને તથા કોઠા વિસોત્રી ગામે ૭૦ ટકા ઉપરાંત ગાયો પશુઓ તથા ગૌવંશને વેકિસન કરવા કામગીરી કરાઇ હતી.

(1:34 pm IST)